અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા, ૧૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ૪૧૪ કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ શરુ કરાયુ

        અમદાવાદ,મંગળવાર,8 ઓગસ્ટ,2023અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૧૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું રુપિયા ૪૧૪ કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ શરુ કરવામાં આવ્યુ છે.વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટાંકીની ક્ષમતામાં વધારો થવાથી આગામી ઉનાળાની મોસમમાં શહેરમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય.ભાઈપુરા વોર્ડમાં ધીરજ હાઉસીંગ ખાતે રુપિયા ૧૩.૧૪ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યુ છે.આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં રાજપથ કલબ પાછળ નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામા આવી રહયુ છે.જેમાં ૧૯૮ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકી તથા ૩૨ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે.સાબરમતી વોર્ડમાં આકાશ દર્શન સામે રુપિયા ૨૫.૦૮ કરોડના ખર્ચે ૧૫૭ લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી સાથે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહયુ છે.પાલડી વોર્ડમાં શારદા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે રુપિયા ૧૧.૭૧ કરોડના ખર્ચે ઓગમેન્ટેશનનુ કામ આપવામાં આવ્યુ છે. મણીનગર વોર્ડમાં મીહીર ટાવર સામે રુપિયા ૧૯.૪૧ કરોડના ખર્ચે, લાંભા વોર્ડમાં નારોલમાં રુપિયા ૨૨.૫૫ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહયુ છે.ઈન્દ્રપુરી વોર્ડમાં બાગેફિરદોશ ખાતે રુપિયા ૬.૩૬ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાઈ રહયુ છે.જેમાં અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી રહી છે.નિકોલ વોર્ડમાં ભકિત સર્કલ પાસે રુપિયા ૨૯.૮૯ કરોડના ખર્ચે, વસ્ત્રાલ વોર્ડમાં રુપિયા ૨૪.૨૪ કરોડના ખર્ચથી ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકી સાથેનુ નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવી રહયુ છે.રામોલ-હાથીજણ વોર્ડમાં લાલગેબી પાસે રુપિયા ૨૮.૩૦ કરોડ તથા બચુભાઈના કુવા પાસે રુપિયા ૨૩.૬૦ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાઈ રહયુ છે.ઠકકરબાપાનગર વોર્ડમાં રુપિયા ૨૧.૫૮ કરોડ, સરખેજ વોર્ડમાં રુપિયા ૨૯.૮૭ કરોડ તથા ચાંદલોડીયા વોર્ડમાં રુપિયા  ૨૫.૭૭ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામા આવી રહયુ છે.થલતેજ વોર્ડમાં મેમનગર-ગુરુકુળ રોડ ઉપર રુપિયા ૧૮.૪૪ કરોડ તથા શીલજમાં રુપિયા ૨૨.૧૭ કરોડના ખર્ચે, ગોતા વોર્ડમાં રુપિયા ૨૮.૬૩ કરોડ તથા અમરાઈવાડી વોર્ડમાં ૨૮.૧૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરાઈ રહયુ છે.રુપિયા ૯૬.૨૦ કરોડના ખર્ચે ઓગમેન્ટેશનના ૧૩ કામ આપવામાં આવ્યા છે.

Aug 9, 2023 - 05:00
 0  0
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા, ૧૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ૪૧૪ કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ શરુ કરાયુ

     

  અમદાવાદ,મંગળવાર,8 ઓગસ્ટ,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૧૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું રુપિયા ૪૧૪ કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ શરુ કરવામાં આવ્યુ છે.વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટાંકીની ક્ષમતામાં વધારો થવાથી આગામી ઉનાળાની મોસમમાં શહેરમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય.

ભાઈપુરા વોર્ડમાં ધીરજ હાઉસીંગ ખાતે રુપિયા ૧૩.૧૪ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યુ છે.આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં રાજપથ કલબ પાછળ નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામા આવી રહયુ છે.જેમાં ૧૯૮ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકી તથા ૩૨ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે.સાબરમતી વોર્ડમાં આકાશ દર્શન સામે રુપિયા ૨૫.૦૮ કરોડના ખર્ચે ૧૫૭ લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી સાથે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહયુ છે.પાલડી વોર્ડમાં શારદા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે રુપિયા ૧૧.૭૧ કરોડના ખર્ચે ઓગમેન્ટેશનનુ કામ આપવામાં આવ્યુ છે.

મણીનગર વોર્ડમાં મીહીર ટાવર સામે રુપિયા ૧૯.૪૧ કરોડના ખર્ચે, લાંભા વોર્ડમાં નારોલમાં રુપિયા ૨૨.૫૫ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવી રહયુ છે.ઈન્દ્રપુરી વોર્ડમાં બાગેફિરદોશ ખાતે રુપિયા ૬.૩૬ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાઈ રહયુ છે.જેમાં અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી રહી છે.નિકોલ વોર્ડમાં ભકિત સર્કલ પાસે રુપિયા ૨૯.૮૯ કરોડના ખર્ચે, વસ્ત્રાલ વોર્ડમાં રુપિયા ૨૪.૨૪ કરોડના ખર્ચથી ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકી સાથેનુ નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવી રહયુ છે.રામોલ-હાથીજણ વોર્ડમાં લાલગેબી પાસે રુપિયા ૨૮.૩૦ કરોડ તથા બચુભાઈના કુવા પાસે રુપિયા ૨૩.૬૦ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાઈ રહયુ છે.ઠકકરબાપાનગર વોર્ડમાં રુપિયા ૨૧.૫૮ કરોડ, સરખેજ વોર્ડમાં રુપિયા ૨૯.૮૭ કરોડ તથા ચાંદલોડીયા વોર્ડમાં રુપિયા  ૨૫.૭૭ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામા આવી રહયુ છે.થલતેજ વોર્ડમાં મેમનગર-ગુરુકુળ રોડ ઉપર રુપિયા ૧૮.૪૪ કરોડ તથા શીલજમાં રુપિયા ૨૨.૧૭ કરોડના ખર્ચે, ગોતા વોર્ડમાં રુપિયા ૨૮.૬૩ કરોડ તથા અમરાઈવાડી વોર્ડમાં ૨૮.૧૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરાઈ રહયુ છે.રુપિયા ૯૬.૨૦ કરોડના ખર્ચે ઓગમેન્ટેશનના ૧૩ કામ આપવામાં આવ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow