અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું બેનાં મોત, 11 લાખ લોકો અંધારપટમાં

- 2600 ફલાઇટ રદ, 7900 ફલાઇટોના સમયમાં વિલંબ- 10 રાજ્યો માટે હવામાન વિભાગની એલર્ટ : ત્રણ કરોડ જેટલા લોકોને અસર : અનેક સરકારી કાર્યક્રમો રદવોશિંગ્ટન : અમેરિકામાં અચાનં કરા પડતા અને ભારે વાવાઝોડાથી બે લોકોનાં મોત થયા છે. આ વાવાઝોડાને કારણે હજારો ફલાઇટો રદ કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હવામાન વિભાગે એલર્ટ પણ જારી કરી છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. વીજ પુરવઠો ખોરવાઇ જતાં ૧૧ લાખથી વધુ લોકોના ઘરોમાં અંધારપટ છવાઇ ગયો છે.નેશનલ  વેધર સર્વિસે ગ્રેટર ડી.સી. વિસ્તાર માટે ટોરનાડો વોચ જારી કરી હતી  જે રાતે ૯ વાગ્યે સુધી જારી રહી હતી. એક વિશેષ હવામાન સેવા નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે હાનિકારક અને સ્થાનિક રીતે વિનાશકારી તોફાન એક મોટો ખતરો છે. સાથે જ મોટા કરા અને એક શક્તિશાળી વાવાઝોડાની પણ સંભાવના છે.તોફાન અને વાવાઝોડા અંગે ટેનેસીથી ન્યૂયોર્ક સુધી ૧૦ રાજ્યો માટે ચેતવણી આપવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે સોેમવારે બપોરે ૨.૯૫ કરોડથી વધુ લોકોને વાવાઝોડાનો સામનો કરવો પડયો હતો.અલબામાના ફલોરેન્સમાં પોલીસે જણાવ્યું હતું કે એક ૨૮ વર્ષીય વ્યકિત પર વીજળી પડતા તેનું મોત થયું હતું. આ ઉપરાંત એક ૧૫ વર્ષીય કિશોર પોતાની કારમાંથી કારમાંથી બહાર નીકળ્યો તો એક વૃક્ષ તેના પર પડતા તેનું મોત થયું હતું.ફલાઇટ ટ્રેકિંગ સર્વિસ ફલાઇટઅવેરના જણાવ્યા અનુસાર સોમવાર મોડી રાતે ૨૬૦૦થી વધુ ફલાઇટ રદ કરવામાં આવી હતી અને લગભગ ૭૯૦૦ ફલાઇટ વિલંબથી ચાલી રહી હતી. અનેફ ફલાઇટના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડેનની એરિઝોના, ન્યૂ મેક્સિકો અને ઉતાહનો ચાર દિવસનો પ્રવાસ ૯૦ મિનિટ મોડો શરૂ કરવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસે એક બેક ટુ સ્કૂલ સાયબર સુરક્ષા કાર્યક્રમ પણ રદ કર્યો છે જેમાં પ્રથમ અમેરિકન મહિલા જિલ બાઇડેન, શિક્ષણ પ્રધાન નિગુએલ કાર્ડોના, હોમલેન્ડ સુરક્ષા પ્રધાન એલેક્ઝાન્ડ્રો મયોરકાસ અને સમગ્ર દેશના સ્કૂલ સંચાલકો, શિક્ષણવિદો અને શિક્ષણ ટેકનોલોજી પ્રોવાઇડર હાજર રહેવાના હતાં.

Aug 9, 2023 - 05:10
 0  4
અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું  બેનાં મોત, 11 લાખ લોકો અંધારપટમાં


- 2600 ફલાઇટ રદ, 7900 ફલાઇટોના સમયમાં વિલંબ

- 10 રાજ્યો માટે હવામાન વિભાગની એલર્ટ : ત્રણ કરોડ જેટલા લોકોને અસર : અનેક સરકારી કાર્યક્રમો રદ

વોશિંગ્ટન : અમેરિકામાં અચાનં કરા પડતા અને ભારે વાવાઝોડાથી બે લોકોનાં મોત થયા છે. આ વાવાઝોડાને કારણે હજારો ફલાઇટો રદ કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક હવામાન વિભાગે એલર્ટ પણ જારી કરી છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. વીજ પુરવઠો ખોરવાઇ જતાં ૧૧ લાખથી વધુ લોકોના ઘરોમાં અંધારપટ છવાઇ ગયો છે.

નેશનલ  વેધર સર્વિસે ગ્રેટર ડી.સી. વિસ્તાર માટે ટોરનાડો વોચ જારી કરી હતી  જે રાતે ૯ વાગ્યે સુધી જારી રહી હતી. એક વિશેષ હવામાન સેવા નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે હાનિકારક અને સ્થાનિક રીતે વિનાશકારી તોફાન એક મોટો ખતરો છે. સાથે જ મોટા કરા અને એક શક્તિશાળી વાવાઝોડાની પણ સંભાવના છે.

તોફાન અને વાવાઝોડા અંગે ટેનેસીથી ન્યૂયોર્ક સુધી ૧૦ રાજ્યો માટે ચેતવણી આપવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે સોેમવારે બપોરે ૨.૯૫ કરોડથી વધુ લોકોને વાવાઝોડાનો સામનો કરવો પડયો હતો.

અલબામાના ફલોરેન્સમાં પોલીસે જણાવ્યું હતું કે એક ૨૮ વર્ષીય વ્યકિત પર વીજળી પડતા તેનું મોત થયું હતું. આ ઉપરાંત એક ૧૫ વર્ષીય કિશોર પોતાની કારમાંથી કારમાંથી બહાર નીકળ્યો તો એક વૃક્ષ તેના પર પડતા તેનું મોત થયું હતું.

ફલાઇટ ટ્રેકિંગ સર્વિસ ફલાઇટઅવેરના જણાવ્યા અનુસાર સોમવાર મોડી રાતે ૨૬૦૦થી વધુ ફલાઇટ રદ કરવામાં આવી હતી અને લગભગ ૭૯૦૦ ફલાઇટ વિલંબથી ચાલી રહી હતી. અનેફ ફલાઇટના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડેનની એરિઝોના, ન્યૂ મેક્સિકો અને ઉતાહનો ચાર દિવસનો પ્રવાસ ૯૦ મિનિટ મોડો શરૂ કરવામાં આવ્યો હતો. 

વ્હાઇટ હાઉસે એક બેક ટુ સ્કૂલ સાયબર સુરક્ષા કાર્યક્રમ પણ રદ કર્યો છે જેમાં પ્રથમ અમેરિકન મહિલા જિલ બાઇડેન, શિક્ષણ પ્રધાન નિગુએલ કાર્ડોના, હોમલેન્ડ સુરક્ષા પ્રધાન એલેક્ઝાન્ડ્રો મયોરકાસ અને સમગ્ર દેશના સ્કૂલ સંચાલકો, શિક્ષણવિદો અને શિક્ષણ ટેકનોલોજી પ્રોવાઇડર હાજર રહેવાના હતાં.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow