અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ : મણિપુર-ચીન મુદ્દે સંસદમાં સંગ્રામ

- મણિપુર મુદ્દે 80 દિવસ સુધી ચૂપ રહેનારા પીએમનું મૌન તોડવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા : ગોગોઈ- અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં પીએમ મોદીએ કહ્યું, 'રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલની સેમિફાઈનલ તો વિપક્ષ હારી ગયો'- અવિશ્વાસ પ્રસ્તાવની શરૂઆત રાહુલ ગાંધીના બદલે, ગૌરવ ગોગોઈએ કરી : પીએમ મોદીના નિવેદનના દિવસે જ રાહુલ બોલશે : કોંગ્રેસ- સોનિયા ગાંધીની વિચારસરણી પરંપરાગત ભારતીય મહિલા જેવી, 'બેટે કો સેટ કરના હૈ, દામાદ કો ભેંટ દેની હૈ' : નિશિકાંત દૂબેનો આક્ષેપનવી દિલ્હી : લોકસભામાં મંગળવારે સવારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ પ્રસ્તાવની ચર્ચા શરૂ કરશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ કોંગ્રેસ નેતાએ ગૌરવ ગોગોઈએ  અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં ચર્ચા શરૂ કરી હતી. તેમની સામે ભાજપ નેતા નિશિકાંત દુબેએ તેમને જવાબ આપ્યો હતો. દરમિયાન આ ચર્ચા શરૂ થાય તે પહેલાં પીએમ મોદીએ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લવાયો છે, કારણ કે વિપક્ષને તેમના ગઠબંધન પર જ વિશ્વાસ નથી.કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસા મુદ્દે ચર્ચા કરતાં લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ અમે મણિપુર માટે લઈને આવ્યા છીએ. મણિપુરના લોકો ન્યાય માગે છે. પીએમ મોદીએ હજુ સુધી કોઈ સંવેદના વ્યક્ત કરી નથી : ગોગોઈતેમણે જણાવ્યું કે, અમને અપેક્ષા હતી કે રાજધાનીમાંથી એવો સંદેશો જશે કે દુ:ખના આ સમયમાં આખો દેશ મણિપુરની સાથે છે, પરંતુ એવું થયું નહીં. વડાપ્રધાન મોદીએ મૌનવ્રત લઈ લીધું. ના લોકસભામાં કશું બોલ્યા, ના રાજ્યસભામાં કશું બોલ્યા. આ પ્રસ્તાવ સંખ્યાબળ માટે નથી પરંતુ તેમના આ મૌનવ્રતના કારણે અમારે મજબૂરીમાં આ પ્રસ્તાવ લાવવો પડયો. અમે તેમનું મૌનવ્રત તોડવા માગીએ છીએ. વડાપ્રધાનને મણિપુર મુદ્દે કંઈક બોલવામાં ૮૦ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો અને ત્યાર પછી પણ તેમણે માત્ર ૨૩ સેકન્ડ વાત કરી. તેમણે ના કોઈ સંવેદના વ્યક્ત કરી, ના શાંતિની અપીલ કરી. સમાજના બે વર્ગોમાં આવું વિભાજન ક્યારેય જોવા મળ્યું નથીતેમણે ઉમેર્યું કે, અમે વડાપ્રધાનને માત્ર કેટલાક સવાલ કરવા માગીએ છીએ તેઓ મણિપુર મુદ્દે અત્યાર સુધી કેમ બોલ્યા નથી. તેમણે મણિપુરના મુખ્યમંત્રીને બરખાસ્ત કેમ નથી કર્યા? વડાપ્રધાનને માત્ર તેમની છબી પ્રત્યે પ્રેમ છે. મણિપુરમાં આજે સ્થિતિ એ છે કે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય દળો આમને-સામને છે. તેમણે ઉમેર્યું કે, મણિપુરમાં ભાજપનું ડબલ એન્જિન ફેઈલ ગયું છે. સમાજના બે વર્ગો વચ્ચે આવું વિભાજન ક્યાંય જોવા નથી મળ્યું. આટલો આક્રોશ, આટલો ગુસ્સો અમે પહેલાં ક્યાંય જોયો નથી. ગોગોઈએ મણિપરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે પોલીસે ડ્રગ માફિયા એલ ઈટોચાને પકડયા તો સીએમઓમાંથી ફોન આવતા તેને છોડી દેવો પડયો. અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા અંગે કોંગ્રેસે વ્યૂહરચના બદલીલોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની શરૂઆત રાહુલ ગાંધી કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવ રજૂ કર્યો. આ અંગે કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ મંગળવારે સંબોધન ટાળ્યું હતું, કારણ કે તે સમયે પીએમ મોદી કે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં હાજર નહોતા. હવે પીએમ મોદીના નિવેદનના દિવસે જ રાહુલ ગાંધી બોલશે. કોંગ્રેસ રાહુલ ગાંધીના ભાષણનો સમય ત્રણ કલાક પહેલાં જ જાહેર કરશે.પોતાની એકતા ચકાસવા અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો : નિશિકાંત દુબેગૌરવ ગોગોઈને જવાબ આપતાં સરકાર તરફથી ભાજપ નેતા નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવ રાહુલ ગાંધીએ રજૂ નહીં કરવા મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ બોલવા માટે તૈયાર નહીં હોય અથવા મોડા ઉઠયા હશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના લોકોના કલ્યાણ માટે કામ કરતા એક ગરીબના પુત્ર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે. વડાપ્રધાન મોદીએ સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તા અંગે નોંધ્યું છે તેમ આ પ્રસ્તાવ તેમની વિરુદ્ધ નહીં પરંતુ વિપક્ષ એકજૂથ છે કે નહીં તે ચકાસવા માટે લવાયો છે. હકીકતમાં વિપક્ષને જ એકબીજા પર વિશ્વાસ નથી. તેઓ જ એકબીજા સાથે અંદર અંદર લડે છે અને પોતાને 'ઈન્ડિયા' ગણાવે છે.સુપ્રીમે રાહુલ ગાંધીને નિર્દોષ છોડયા નથી, માત્ર સજા પર સ્ટે આપ્યોતેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધીનું સાંસદપદ બહાલ થવા અંગે વિપક્ષ ખૂબ જ ખુશ થાય છે, પરંતુ હકીકતમાં 'મોદી અટક' કેસમાં સુપ્રીમ કોર્ટ માત્ર રાહુલ ગાંધીની સજા પર જ સ્ટે આપ્યો છે. તેમને નિર્દોષ છોડી મૂક્યા નથી. રાહુલ ગાંધી વારંવાર કહે છે કે હું માફી નહીં માગું... હું સાવરકર નથી, પરંતુ હકીકત એ છે કે તમે ક્યારેય 'સાવરકર' બની પણ નહીં શકો. તેમણે સોનિયા ગાંધીની ટીકા કરતા કહ્યું, તેઓ પરંપરાગત ભારતીય મહિલાની જેમ વિચારે છે કે 'બેટે કો સેટ કરના હૈ, દામાદ કો ભેંટ કરની હૈ.'પીએમ મોદીએ 2018નું પોતાનું ભાષણ યાદ કરાવ્યુંદરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા પહેલાં પીએમ મોદીએ ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતા રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પસાર કરવા બદલ સાંસદોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, વિપક્ષ આ બિલને સંસદમાં વોટિંગની સેમીફાઈનલ ગણાવતો હતો, પરંતુ તે તેમાં હારી ગયો. વિપક્ષમાં અંદરો-અંદર જ અવિશ્વાસ છે તેથી હકીકતમાં તેમણે સરકાર વિરુદ્ધ નહીં પરંતુ પોતાના સાથીઓની એકતા ચકાસવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સમયે પીએમ મોદીએ ૨૦૧૮નું તેમનું ભાષણ યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, ૨૦૨૩માં પણ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ભાજપને 7 કલાક, કોંગ્રેસને 1.15 કલાક ફાળવાયાવિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૧૨ કલાકનો સમય નિશ્ચિત કરાયો છે. ભાજપને ચર્ચામાં ભાગ લેવા લગભગ ૭ કલાકનો સમય મળશે. કોંગ્રેસને ૧.૧૫ કલાક ફાળવાયા છે. વાયએસઆર કોંગ્રેસ, શિવસેના, જેડીયુ, બીજેડી, બીએસપી, બીઆરએસ અને એલજેપીને કુલ બે કલાકનો સમય અપાયો છે. પીએમ મોદી ગુરુવારે આ દરખાસ્ત સામે જવાબ આપે તેવી શક્યતા છે.કેન્દ્ર સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકારો તોડી પાડી : સુપ્રીયા સુળેલોકસભામાં મંગળવારે રાષ્ટ્ર

Aug 9, 2023 - 05:10
 0  2
અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ : મણિપુર-ચીન મુદ્દે સંસદમાં સંગ્રામ


- મણિપુર મુદ્દે 80 દિવસ સુધી ચૂપ રહેનારા પીએમનું મૌન તોડવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા : ગોગોઈ

- અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં પીએમ મોદીએ કહ્યું, 'રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલની સેમિફાઈનલ તો વિપક્ષ હારી ગયો'

- અવિશ્વાસ પ્રસ્તાવની શરૂઆત રાહુલ ગાંધીના બદલે, ગૌરવ ગોગોઈએ કરી : પીએમ મોદીના નિવેદનના દિવસે જ રાહુલ બોલશે : કોંગ્રેસ

- સોનિયા ગાંધીની વિચારસરણી પરંપરાગત ભારતીય મહિલા જેવી, 'બેટે કો સેટ કરના હૈ, દામાદ કો ભેંટ દેની હૈ' : નિશિકાંત દૂબેનો આક્ષેપ

નવી દિલ્હી : લોકસભામાં મંગળવારે સવારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ પ્રસ્તાવની ચર્ચા શરૂ કરશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ કોંગ્રેસ નેતાએ ગૌરવ ગોગોઈએ  અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં ચર્ચા શરૂ કરી હતી. તેમની સામે ભાજપ નેતા નિશિકાંત દુબેએ તેમને જવાબ આપ્યો હતો. દરમિયાન આ ચર્ચા શરૂ થાય તે પહેલાં પીએમ મોદીએ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લવાયો છે, કારણ કે વિપક્ષને તેમના ગઠબંધન પર જ વિશ્વાસ નથી.

કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસા મુદ્દે ચર્ચા કરતાં લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવ અમે મણિપુર માટે લઈને આવ્યા છીએ. મણિપુરના લોકો ન્યાય માગે છે. 

પીએમ મોદીએ હજુ સુધી કોઈ સંવેદના વ્યક્ત કરી નથી : ગોગોઈ

તેમણે જણાવ્યું કે, અમને અપેક્ષા હતી કે રાજધાનીમાંથી એવો સંદેશો જશે કે દુ:ખના આ સમયમાં આખો દેશ મણિપુરની સાથે છે, પરંતુ એવું થયું નહીં. વડાપ્રધાન મોદીએ મૌનવ્રત લઈ લીધું. ના લોકસભામાં કશું બોલ્યા, ના રાજ્યસભામાં કશું બોલ્યા. આ પ્રસ્તાવ સંખ્યાબળ માટે નથી પરંતુ તેમના આ મૌનવ્રતના કારણે અમારે મજબૂરીમાં આ પ્રસ્તાવ લાવવો પડયો. અમે તેમનું મૌનવ્રત તોડવા માગીએ છીએ. વડાપ્રધાનને મણિપુર મુદ્દે કંઈક બોલવામાં ૮૦ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો અને ત્યાર પછી પણ તેમણે માત્ર ૨૩ સેકન્ડ વાત કરી. તેમણે ના કોઈ સંવેદના વ્યક્ત કરી, ના શાંતિની અપીલ કરી. 

સમાજના બે વર્ગોમાં આવું વિભાજન ક્યારેય જોવા મળ્યું નથી

તેમણે ઉમેર્યું કે, અમે વડાપ્રધાનને માત્ર કેટલાક સવાલ કરવા માગીએ છીએ તેઓ મણિપુર મુદ્દે અત્યાર સુધી કેમ બોલ્યા નથી. તેમણે મણિપુરના મુખ્યમંત્રીને બરખાસ્ત કેમ નથી કર્યા? વડાપ્રધાનને માત્ર તેમની છબી પ્રત્યે પ્રેમ છે. મણિપુરમાં આજે સ્થિતિ એ છે કે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય દળો આમને-સામને છે. તેમણે ઉમેર્યું કે, મણિપુરમાં ભાજપનું ડબલ એન્જિન ફેઈલ ગયું છે. સમાજના બે વર્ગો વચ્ચે આવું વિભાજન ક્યાંય જોવા નથી મળ્યું. આટલો આક્રોશ, આટલો ગુસ્સો અમે પહેલાં ક્યાંય જોયો નથી. ગોગોઈએ મણિપરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે પોલીસે ડ્રગ માફિયા એલ ઈટોચાને પકડયા તો સીએમઓમાંથી ફોન આવતા તેને છોડી દેવો પડયો. 

અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા અંગે કોંગ્રેસે વ્યૂહરચના બદલી

લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની શરૂઆત રાહુલ ગાંધી કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવ રજૂ કર્યો. આ અંગે કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ મંગળવારે સંબોધન ટાળ્યું હતું, કારણ કે તે સમયે પીએમ મોદી કે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં હાજર નહોતા. હવે પીએમ મોદીના નિવેદનના દિવસે જ રાહુલ ગાંધી બોલશે. કોંગ્રેસ રાહુલ ગાંધીના ભાષણનો સમય ત્રણ કલાક પહેલાં જ જાહેર કરશે.

પોતાની એકતા ચકાસવા અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો : નિશિકાંત દુબે

ગૌરવ ગોગોઈને જવાબ આપતાં સરકાર તરફથી ભાજપ નેતા નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવ રાહુલ ગાંધીએ રજૂ નહીં કરવા મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ બોલવા માટે તૈયાર નહીં હોય અથવા મોડા ઉઠયા હશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના લોકોના કલ્યાણ માટે કામ કરતા એક ગરીબના પુત્ર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે. વડાપ્રધાન મોદીએ સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તા અંગે નોંધ્યું છે તેમ આ પ્રસ્તાવ તેમની વિરુદ્ધ નહીં પરંતુ વિપક્ષ એકજૂથ છે કે નહીં તે ચકાસવા માટે લવાયો છે. હકીકતમાં વિપક્ષને જ એકબીજા પર વિશ્વાસ નથી. તેઓ જ એકબીજા સાથે અંદર અંદર લડે છે અને પોતાને 'ઈન્ડિયા' ગણાવે છે.

સુપ્રીમે રાહુલ ગાંધીને નિર્દોષ છોડયા નથી, માત્ર સજા પર સ્ટે આપ્યો

તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધીનું સાંસદપદ બહાલ થવા અંગે વિપક્ષ ખૂબ જ ખુશ થાય છે, પરંતુ હકીકતમાં 'મોદી અટક' કેસમાં સુપ્રીમ કોર્ટ માત્ર રાહુલ ગાંધીની સજા પર જ સ્ટે આપ્યો છે. તેમને નિર્દોષ છોડી મૂક્યા નથી. રાહુલ ગાંધી વારંવાર કહે છે કે હું માફી નહીં માગું... હું સાવરકર નથી, પરંતુ હકીકત એ છે કે તમે ક્યારેય 'સાવરકર' બની પણ નહીં શકો. તેમણે સોનિયા ગાંધીની ટીકા કરતા કહ્યું, તેઓ પરંપરાગત ભારતીય મહિલાની જેમ વિચારે છે કે 'બેટે કો સેટ કરના હૈ, દામાદ કો ભેંટ કરની હૈ.'

પીએમ મોદીએ 2018નું પોતાનું ભાષણ યાદ કરાવ્યું

દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા પહેલાં પીએમ મોદીએ ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતા રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પસાર કરવા બદલ સાંસદોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, વિપક્ષ આ બિલને સંસદમાં વોટિંગની સેમીફાઈનલ ગણાવતો હતો, પરંતુ તે તેમાં હારી ગયો. વિપક્ષમાં અંદરો-અંદર જ અવિશ્વાસ છે તેથી હકીકતમાં તેમણે સરકાર વિરુદ્ધ નહીં પરંતુ પોતાના સાથીઓની એકતા ચકાસવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સમયે પીએમ મોદીએ ૨૦૧૮નું તેમનું ભાષણ યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, ૨૦૨૩માં પણ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. 

અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ભાજપને 7 કલાક, કોંગ્રેસને 1.15 કલાક ફાળવાયા

વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૧૨ કલાકનો સમય નિશ્ચિત કરાયો છે. ભાજપને ચર્ચામાં ભાગ લેવા લગભગ ૭ કલાકનો સમય મળશે. કોંગ્રેસને ૧.૧૫ કલાક ફાળવાયા છે. વાયએસઆર કોંગ્રેસ, શિવસેના, જેડીયુ, બીજેડી, બીએસપી, બીઆરએસ અને એલજેપીને કુલ બે કલાકનો સમય અપાયો છે. પીએમ મોદી ગુરુવારે આ દરખાસ્ત સામે જવાબ આપે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકારો તોડી પાડી : સુપ્રીયા સુળે

લોકસભામાં મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને શરદ પવારનાં પુત્રી સુપ્રીયા સુળેએ કહ્યું, મોદી સરકાર અંગે હું વિચારું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ ઘમંડી સરકાર છે. આ સરકારના વર્તનમાં હંમેશા અહંકાર દેખાય છે. આ ભાજપવાળા હંમેશા નવ રત્ન, નવ વર્ષની વાતો કરે છે. પરંતુ આ નવ વર્ષમાં ભાજપે માત્ર રાજ્યોમાં લોકોની ચૂંટાયેલી સરકારો તોડવાનું કામ કર્યું છે. છેલ્લા નવ વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં સરકારો તોડી પાડી છે. આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા, પુડુચેરી, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રની સરકાર તો બે વખત તોડી પાડી. તેમણે ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના નારા યાદ અપાવ્યા અને કહ્યું, આ મહિલાઓના સન્માનની બાબત છે. મણિપુરમાં મહિલાઓનું જે રીતે અપમાન કરાયું તે કોઈ કોઈની પુત્રી, કોઈની બહેન, કોઈની પત્ની હતી. જ્યારે આ જ સરકાર એક સમયે મહિલાઓ, પુત્રીઓના સન્માનની વાતો કરતી હતી.

ચીનની ઘૂસણખોરી પર આજ સુધી ચર્ચા કેમ નહીં : મનીષ તિવારી

લોકસભામાં કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, મણિપુરની સાથે મ્યાંમારની સરહદ છે. મ્યાંમારની જુંટા સરકારના ચીન સાથેના સંબંધો જગજાહેર છે. તેથી મણિપુરમાં જે અસ્થિરતા છે તેની અસર માત્ર દેશમાં જ નથી પડતી પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડે છે. આ સંદર્ભમાં જ હું ચીનનો પણ ઉલ્લેખ કરવા માગું છું. એપ્રિલ ૨૦૨૦માં ચીને નિયંત્રણ રેખા (એલએસી) પાર કરીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. આ ઘૂસણખોરી એક જગ્યાએ નહીં પરંતુ ૮ જગ્યા પર થઈ હતી. હું સરકારને પૂછવા માગું છું કે આજે ૩૭ મહિના થઈ ગયા આ ઘૂસણખોરી ચાલુ છે. આ ઘૂસણખોરી અંગે ચીનનો રાજકીય આશય શું છે તે સરકાર જાણી શકી? આજ સુધી આ ગૃહમાં ચીનના મુદ્દે કોઈ ચર્ચા કેમ નથી થઈ? શું થીયેટર લેવલની ઘૂસણખોરી થાય અને આપણા ગુપ્તચર તંત્રને ખબરના પડે? ચીન સાથે ૧૮ રાઉન્ડની મિલિટરી સ્તરે વાટાઘાટો થઈ પરંતુ તેનું પરિણામ શું આવ્યું તે હજુ સુધી સરકારે જાહેર નથી કર્યું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow