આજે અને 16મી ઓગસ્ટે મુંબઈમાં 'નો હોન્કિંગ-ડે'

મુંબઇ ટ્રાફિક પોલીસનો આદેશબિનજરુરી રીતે હોર્ન વગાડનારા સામે મોટર વ્હિકલ એક્ટ અનુસાર કાર્યવાહી થશેમુંબઇ :  ધ્વનિ પ્રદૂષણ અને તેને લીધે માનવીના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસર નિયંત્રિત કરવાના આશયથી મુંબઇ પોલીસ ૯ અને ૧૬ ઓગસ્ટને 'નો હોન્કિંગ ડે' જાહેર કર્યો છે. આ સિવાય વાહન ચાલકોમાં અનાવશ્યક હોન વગાડવાને મુદ્દે જાગરૃકતા આવે તેવા આશયથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેવું ટ્રાફિક પોલીસના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું હતું.આ અધિકારીએ આ બાબતે વધુ વિગત આપતા સ્પષ્ટ કર્યું હતું કે આવશ્યકતા વગર હોર્ન વગાડવાથી વાતાવરણમાં નોઇસ પોલ્યુશન થાય છે. તદુપરાંત માનવીના આરોગ્ય પર પણ તેની ગંભીર અસર થાય છે. તેથી અમે વાહનચાલકોને હોર્ન ન વગાડી 'નો હોન્કિંગ ડે'ને સકારાત્મક પ્રતિસાદ આપવાનું આહવાન કરીએ છીએ. જો કોઇ કારણવગર હોર્ન વગાડતું મળશે તો તેની સામે મોટર વેહિકલ  એક્ટની કલમ ૧૯૪(એફ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેથી વાહનચાલકોને નિયમોનું યોગ્ય પાલન કરવાનું આહવાન કરવામાં આવે છે. આ સાથે જ મુંબઇગરાને અનાવશ્યક હોન્કિંગ વિરોધી અભિયાનમાં જોડાવાની વિનંતિ કરીએ છીએ.'આ સિવાય જે વાહન ધારકોએ તેમના સાયલેન્સર એકઝોસ્ટ પાઇપ સાથે ચેડાં કર્યા હશે તેની સામે પણ સંબંધિત કલમો હેટળ કાર્યવાહી કરવામાં આવશે તેથી વાહનધારકો એ બાબત પણ સુનિશ્ચિત કરીલે કે તેમના હોર્ન અને સાયલેન્સર પર સેન્ટ્રલ મોટર વેહિકલ રુલ્સની કલમ ૧૧૯ અને ૧૨૦ મુજબ અને માર્ગદર્શિકા અનુરૃપ છે.

Aug 9, 2023 - 05:04
 0  0
આજે અને 16મી ઓગસ્ટે મુંબઈમાં  'નો હોન્કિંગ-ડે'


મુંબઇ ટ્રાફિક પોલીસનો આદેશ

બિનજરુરી રીતે હોર્ન વગાડનારા સામે મોટર વ્હિકલ એક્ટ અનુસાર કાર્યવાહી થશે

મુંબઇ :  ધ્વનિ પ્રદૂષણ અને તેને લીધે માનવીના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસર નિયંત્રિત કરવાના આશયથી મુંબઇ પોલીસ ૯ અને ૧૬ ઓગસ્ટને 'નો હોન્કિંગ ડે' જાહેર કર્યો છે. આ સિવાય વાહન ચાલકોમાં અનાવશ્યક હોન વગાડવાને મુદ્દે જાગરૃકતા આવે તેવા આશયથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેવું ટ્રાફિક પોલીસના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું હતું.

આ અધિકારીએ આ બાબતે વધુ વિગત આપતા સ્પષ્ટ કર્યું હતું કે આવશ્યકતા વગર હોર્ન વગાડવાથી વાતાવરણમાં નોઇસ પોલ્યુશન થાય છે. તદુપરાંત માનવીના આરોગ્ય પર પણ તેની ગંભીર અસર થાય છે. તેથી અમે વાહનચાલકોને હોર્ન ન વગાડી 'નો હોન્કિંગ ડે'ને સકારાત્મક પ્રતિસાદ આપવાનું આહવાન કરીએ છીએ. જો કોઇ કારણવગર હોર્ન વગાડતું મળશે તો તેની સામે મોટર વેહિકલ  એક્ટની કલમ ૧૯૪(એફ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેથી વાહનચાલકોને નિયમોનું યોગ્ય પાલન કરવાનું આહવાન કરવામાં આવે છે. આ સાથે જ મુંબઇગરાને અનાવશ્યક હોન્કિંગ વિરોધી અભિયાનમાં જોડાવાની વિનંતિ કરીએ છીએ.'

આ સિવાય જે વાહન ધારકોએ તેમના સાયલેન્સર એકઝોસ્ટ પાઇપ સાથે ચેડાં કર્યા હશે તેની સામે પણ સંબંધિત કલમો હેટળ કાર્યવાહી કરવામાં આવશે તેથી વાહનધારકો એ બાબત પણ સુનિશ્ચિત કરીલે કે તેમના હોર્ન અને સાયલેન્સર પર સેન્ટ્રલ મોટર વેહિકલ રુલ્સની કલમ ૧૧૯ અને ૧૨૦ મુજબ અને માર્ગદર્શિકા અનુરૃપ છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow