ઈંદુરીકર મહારાજ સામે કેસ ચલાવવા સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

કેસ ચલાવવાના હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ ફગાવીતકિયા પર સ્ત્રીસંગથી દુષ્ટ સંતાન જન્મે છે, સમ તિથિએ સમાગમથી પુત્ર સંતતિની પ્રાપ્તિ થાય છે તેવાં વિવાદાસ્પદ નિવેદનો કર્યાં હતાંમુંબઈ :  પુત્ર પ્રાપ્તિ બાબતે વિવાદાસ્પદ નિવેદન પ્રકરણે ગુનો દાખલ થયો ત્યારથી પ્રસિદ્ધ કિર્તનકાર નિવૃત્તિ મહારાજ ઈંદુરીકરે પોતાની સામેનો કેસ રદ કરવા કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમની મુશ્કેલી વધી છે.  ઔરંગાબાદની બેન્ચે પ્રથમ વર્ગના ન્યાયાધીશના ચુકાદાને કાયમ રાખીને ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આથી ઈંદુરીકરના વકિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ઈંદુકરીકર મહારાજ સામે ગર્ભાધારણપૂર્વ અને  પ્રસૂતિપૂર્વ ગર્ભલિંગનિદાન પ્રતિબંધક કાયદા અનુસાર કેસ ચલાવવાનો માર્ગ મોકળો થયો છે. ઈંદુરીકર મહારાજે કથિત રીતે જણાવ્યું હતું કે સ્ત્રીસંગ સમ તિથિએ થાય તો પુત્ર થાય અને વિષય તિથીએ થાય તો પુત્રી થાય છે અને સ્ત્રીસંગ જો તકીયા પર કરવામાં આવે તો ખાનદાનની આબરૃ નષ્ટ ક રનારી સંતાનથાય છે. સમય ચૂક્યા તો ક્વોલિટી ખરાબ, એવું જણાવીને પુલશ્ય નામના ઋષિએ કૈકસી નામની સ્ત્રી સાથે સૂર્યાસ્ત વખતે સંગ  કરતાં રાવણ, વિભીષણ, કુંભકર્ણનો જન્મ થયો. આદિતી નામના ઋષિએ પવિત્ર દિવસે સંગ કર્યો તો તેના પેટે હિરણ્ય કશ્યપ નામના રાક્ષસનો જન્મ થયો. હિરણ્યકશ્યપે નારાયણ તરીકે સંગ કર્યો તો ભક્ત પ્રહલાદનો જન્મ થયો, એમ પુણેના જુન્નર તાલુકામાં ઔઝર ખાતેના કિર્તનમાં ઈંદુરીકરે જણાવ્યું હતું.આ વક્તવ્ય ગર્ભલિંગ પસંદકી કરવાની જાહેરાત હોવાથી કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ થયો હતો. સલાહકાર સમિતિએ તેમને નોટિસ મોકલીને ખુલાસો માગ્યો હતો. ગુનો દાખલ કરવા કોર્ટમાં અરજી થઈ હતી અને એ મુજબનો આદેશ અપાયો હતો.પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાય દર્શાવવો એ ગર્ભલિંગ નિદાન પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો બને છે અને પુરવાર થાય તો ત્રણ વર્ષનીસજા અને દસ હજારનો દંડ થઈ શકે છે.

Aug 9, 2023 - 05:04
 0  0
ઈંદુરીકર મહારાજ સામે કેસ ચલાવવા સુપ્રીમ કોર્ટની લીલીઝંડી


કેસ ચલાવવાના હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ ફગાવી

તકિયા પર સ્ત્રીસંગથી દુષ્ટ સંતાન જન્મે છે, સમ તિથિએ સમાગમથી પુત્ર સંતતિની પ્રાપ્તિ થાય છે તેવાં વિવાદાસ્પદ નિવેદનો કર્યાં હતાં

મુંબઈ :  પુત્ર પ્રાપ્તિ બાબતે વિવાદાસ્પદ નિવેદન પ્રકરણે ગુનો દાખલ થયો ત્યારથી પ્રસિદ્ધ કિર્તનકાર નિવૃત્તિ મહારાજ ઈંદુરીકરે પોતાની સામેનો કેસ રદ કરવા કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમની મુશ્કેલી વધી છે.  ઔરંગાબાદની બેન્ચે પ્રથમ વર્ગના ન્યાયાધીશના ચુકાદાને કાયમ રાખીને ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આથી ઈંદુરીકરના વકિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ઈંદુકરીકર મહારાજ સામે ગર્ભાધારણપૂર્વ અને  પ્રસૂતિપૂર્વ ગર્ભલિંગનિદાન પ્રતિબંધક કાયદા અનુસાર કેસ ચલાવવાનો માર્ગ મોકળો થયો છે. 

ઈંદુરીકર મહારાજે કથિત રીતે જણાવ્યું હતું કે સ્ત્રીસંગ સમ તિથિએ થાય તો પુત્ર થાય અને વિષય તિથીએ થાય તો પુત્રી થાય છે અને સ્ત્રીસંગ જો તકીયા પર કરવામાં આવે તો ખાનદાનની આબરૃ નષ્ટ ક રનારી સંતાનથાય છે. સમય ચૂક્યા તો ક્વોલિટી ખરાબ, એવું જણાવીને પુલશ્ય નામના ઋષિએ કૈકસી નામની સ્ત્રી સાથે સૂર્યાસ્ત વખતે સંગ  કરતાં રાવણ, વિભીષણ, કુંભકર્ણનો જન્મ થયો. આદિતી નામના ઋષિએ પવિત્ર દિવસે સંગ કર્યો તો તેના પેટે હિરણ્ય કશ્યપ નામના રાક્ષસનો જન્મ થયો. હિરણ્યકશ્યપે નારાયણ તરીકે સંગ કર્યો તો ભક્ત પ્રહલાદનો જન્મ થયો, એમ પુણેના જુન્નર તાલુકામાં ઔઝર ખાતેના કિર્તનમાં ઈંદુરીકરે જણાવ્યું હતું.

આ વક્તવ્ય ગર્ભલિંગ પસંદકી કરવાની જાહેરાત હોવાથી કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ થયો હતો. સલાહકાર સમિતિએ તેમને નોટિસ મોકલીને ખુલાસો માગ્યો હતો. ગુનો દાખલ કરવા કોર્ટમાં અરજી થઈ હતી અને એ મુજબનો આદેશ અપાયો હતો.

પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાય દર્શાવવો એ ગર્ભલિંગ નિદાન પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો બને છે અને પુરવાર થાય તો ત્રણ વર્ષનીસજા અને દસ હજારનો દંડ થઈ શકે છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow