ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફરી ભૂસ્ખલન, ત્રણ બાળકો લપેટમાં આવ્યા, 2નાં મોત, 1ની હાલત ગંભીર

image : Twitter ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૂદ્રપ્રયાગમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે. બુધવારે સવારે ગૌરીકુંડમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે અને તેમાં બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલનની લપેટમાં  નેપાળી મૂળના ત્રણ બાળકો આવી ગયા હતા જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે.બે બાળકોના મોત, એક સારવાર હેઠળ રૂદ્રપ્રયાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે માહિતી આપી હતી કે બુધવારે સવારે ગૌરીકુંડના ગૌરી ગામમાં ભૂસ્ખલન થયું હતું. નેપાળી મૂળના ત્રણ બાળકો ભૂસ્ખલનની લપેટમાં આવતા માટીના કાળમાટ નીચે દટાઈ ગયા હતા. પોલીસ, NDRF અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને બચાવવાનો પ્રયાસ કરાયો હતો અને ગૌરીકુંડ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે એક બાળકને સારવાર આપવામાં આવી રહી છે.3 ઓગસ્ટે પણ ભૂસ્ખલન થયું હતુંઅગાઉ 3 ઓગસ્ટના રોજ, કેદારનાથ યાત્રાના માર્ગ પર એક મહત્વપૂર્ણ સ્ટોપ ગૌરીકુંડ ખાતે ભૂસ્ખલન થયું હતું. 3 ઓગસ્ટની રાત્રે ભારે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગુમ થયા હતા. આ ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકોનો હજુ સુધી કોઈ અતોપતો નથી.

Aug 9, 2023 - 05:10
 0  0
ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ફરી ભૂસ્ખલન, ત્રણ બાળકો લપેટમાં આવ્યા, 2નાં મોત, 1ની હાલત ગંભીર
image : Twitter 

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૂદ્રપ્રયાગમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે. બુધવારે સવારે ગૌરીકુંડમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે અને તેમાં બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલનની લપેટમાં  નેપાળી મૂળના ત્રણ બાળકો આવી ગયા હતા જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે.

બે બાળકોના મોત, એક સારવાર હેઠળ 

રૂદ્રપ્રયાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે માહિતી આપી હતી કે બુધવારે સવારે ગૌરીકુંડના ગૌરી ગામમાં ભૂસ્ખલન થયું હતું. નેપાળી મૂળના ત્રણ બાળકો ભૂસ્ખલનની લપેટમાં આવતા માટીના કાળમાટ નીચે દટાઈ ગયા હતા. પોલીસ, NDRF અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને બચાવવાનો પ્રયાસ કરાયો હતો અને ગૌરીકુંડ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે એક બાળકને સારવાર આપવામાં આવી રહી છે.

3 ઓગસ્ટે પણ ભૂસ્ખલન થયું હતું

અગાઉ 3 ઓગસ્ટના રોજ, કેદારનાથ યાત્રાના માર્ગ પર એક મહત્વપૂર્ણ સ્ટોપ ગૌરીકુંડ ખાતે ભૂસ્ખલન થયું હતું. 3 ઓગસ્ટની રાત્રે ભારે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગુમ થયા હતા. આ ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકોનો હજુ સુધી કોઈ અતોપતો નથી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow