કંગનાએ કરેલા કેસમાં કાર્યવાહી પર જાવેદ અખ્તરને સ્ટે ન મળ્યો

કંગનાએ કરેલા ધાકધમકીના કેસમાં સમન્સને પડકારતી અરજીદિંડોશી સેશન્સ જજે બંને પક્ષની દલીલ સાંભળવી જરૃરી હોવાની નોંધ કરીમુંબઈ :અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તર સામે ધાકધમકી આપવાના કરેલા કેસમાં દિંડોશી સેશન્સ કોર્ટે ગીતકાર સામેની કાર્યવાહી પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. સ્થગિતી આપવા પૂર્વે કેસના તથ્ય પર બંને પક્ષની દલીલો સાંભળવી જરૃરી છે.અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ પોતાની સામે જારી કરેલા સમન્સના આદેશને અખ્તરે પડકાર્યો હતો. અરજીમા ંદલીલ કરી હતી કે આદેશમાં ન્યાયતંત્રની દ્રષ્ટીએ વિચાર કરાયો નથી. સુનાવણી દરમ્યાન અખ્તરના વકિલે કાર્યવાહી પર સ્થગિતી માગી હતી. જોકે કંગનાના વકિલે વિનંતીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે પોતે કેસ તથ્યહિન હોવાનું પાંચ મિનિટમાં કહી શકે છે. કોર્ટે સ્થગિતીની વિનંતીને ધ્યાનમાં રાખીને બંને પક્ષની દલીલ સાંભળી જરૃરી હોવાનું જણાવ્યું હતું. જજના વ્યસ્ત કાર્યક્રમને લીધે ૨૪ ઓગસ્ટે ટૂંકમાં દલીલો માટે સુનાવણી રાખી છે.અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્તરને પાંચ ઓગસ્ટે હાજર રહેવા સમન્સ આપ્યુ ંહતું પણ પ્રવાસને લીધે તેઓ હાજર રહી શક્યા નહોતા. મુદત બહારની ફરિયાદ પર પોતાની સામે કેસ ચલાવવાથી પોતાના અધિકાર પર ગંભીર પરિણામ થાય તેમ અખ્તરે અરજીમાં જણાવ્યું હતું. ગીતકારે અભિનેત્રી સામે બદનક્ષીનો કેસ કર્યા બાદ રનૌતે પણ અખ્તર સામે ફરિયાદ કરી હતી. ૨૦૨૧માં રનૌતે આપેલી મુલાકાતમાં અખ્તરે ૨૦૧૬માં પોતાને રિતિક રોશનની માફી માગવા દબાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. એ વખતે રનૌત અને રોશન વચ્ચે જાહેરમાં ઈ મેઈલને  લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

Aug 9, 2023 - 05:04
 0  0
કંગનાએ કરેલા કેસમાં કાર્યવાહી પર જાવેદ અખ્તરને સ્ટે ન મળ્યો


કંગનાએ કરેલા ધાકધમકીના કેસમાં સમન્સને પડકારતી અરજી

દિંડોશી સેશન્સ જજે બંને પક્ષની દલીલ સાંભળવી જરૃરી હોવાની નોંધ કરી

મુંબઈ :અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તર સામે ધાકધમકી આપવાના કરેલા કેસમાં દિંડોશી સેશન્સ કોર્ટે ગીતકાર સામેની કાર્યવાહી પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. સ્થગિતી આપવા પૂર્વે કેસના તથ્ય પર બંને પક્ષની દલીલો સાંભળવી જરૃરી છે.

અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ પોતાની સામે જારી કરેલા સમન્સના આદેશને અખ્તરે પડકાર્યો હતો. અરજીમા ંદલીલ કરી હતી કે આદેશમાં ન્યાયતંત્રની દ્રષ્ટીએ વિચાર કરાયો નથી. સુનાવણી દરમ્યાન અખ્તરના વકિલે કાર્યવાહી પર સ્થગિતી માગી હતી. જોકે કંગનાના વકિલે વિનંતીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે પોતે કેસ તથ્યહિન હોવાનું પાંચ મિનિટમાં કહી શકે છે. કોર્ટે સ્થગિતીની વિનંતીને ધ્યાનમાં રાખીને બંને પક્ષની દલીલ સાંભળી જરૃરી હોવાનું જણાવ્યું હતું. જજના વ્યસ્ત કાર્યક્રમને લીધે ૨૪ ઓગસ્ટે ટૂંકમાં દલીલો માટે સુનાવણી રાખી છે.

અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્તરને પાંચ ઓગસ્ટે હાજર રહેવા સમન્સ આપ્યુ ંહતું પણ પ્રવાસને લીધે તેઓ હાજર રહી શક્યા નહોતા. મુદત બહારની ફરિયાદ પર પોતાની સામે કેસ ચલાવવાથી પોતાના અધિકાર પર ગંભીર પરિણામ થાય તેમ અખ્તરે અરજીમાં જણાવ્યું હતું. 

ગીતકારે અભિનેત્રી સામે બદનક્ષીનો કેસ કર્યા બાદ રનૌતે પણ અખ્તર સામે ફરિયાદ કરી હતી. ૨૦૨૧માં રનૌતે આપેલી મુલાકાતમાં અખ્તરે ૨૦૧૬માં પોતાને રિતિક રોશનની માફી માગવા દબાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. એ વખતે રનૌત અને રોશન વચ્ચે જાહેરમાં ઈ મેઈલને  લઈને વિવાદ ચાલી રહ્યો હતો.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow