કમલનાથે ધીરેન્દ્ર શાસ્ત્રીને કહ્યું- 'એવું ના વિચારતા કે તમને મારાથી છૂટકારો મળી ગયો'

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મધ્યપ્રદેશના છિંદવાડામાં પ્રવચન સાંભળવા લાખો લોકો પહોંચ્યા. કોંગ્રેસ નેતા કમલનાથના ગઢ છિંદવાડામાં થયેલા આ કાર્યક્રમને મીડિયામાં પણ ઘણી કવરેજ મળ્યું. જેને લઈને હવે કમલનાથની પણ પ્રતિક્રિયા આવી ગઈ. એક તરફ હિન્દુ રાષ્ટ્રને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીની આલોચના પણ કરી નાખી, સાથે જ ખુદને હનુમાનજી પણ કહી ગયા.કમલનાથે કહ્યું કે, એવું ના વિચારો કે તમને મારાથી છૂટકારો મળી ગયો છે. ભવિષ્યમાં પણ તમે મારાથી છૂટકારો નહીં મેળવી શકો. મહારાજજી અને મારો સંબંધ હનુમાનજી જેવો સંબંધ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પર કમલનાથે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ક્યાં વાત છે, અહીં 82 ટકા હિન્દુ છે. જે દેશમાં એ હિન્દુઓ આટલા બધા હોય, ત્યાં ક્યાં કોઈ વિવાદની વાત છે? હિન્દુ રાષ્ટ્ર કહેવાની ક્યાં જરૂર છે, આ તો આંકડા જણાવે છે.કમલનાથે કહ્યું કે, મને તેમના આવવાની માહિતી મળી તો મેં કહ્યું કે, મંદિરમાં જ પ્રોગ્રામ બનાવીએ. તેમણે છિંદવાડાના ખૂબ વખાણ કર્યા. અંતમાં છિંદવાડાના લોકો ખુબ જ ખુશ થયા. 7-8 લાખ લોકો આવ્યા હતા. હું નહોતો પહોંચી શક્યો, પરંતુ કથા ત્રણ દિવસ સફળ રહી. સપ્ટેમ્બરમાં પંડિત પ્રદિપ મિશ્રાની પણ કથા હશે.શિવરાજને ગણાવ્યા સૌથી ભ્રષ્ટમુખ્યમંત્રીની ટિપ્પણીને લઇને કમલનાથે કહ્યું કે, શિવરાજસિંહ કમલનાથ અંગે કંઈ નથી કહી શકતા. શિવરાજસિંહ ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેના પગ નીચેથી જમીન ખસે છે, તે કોઈને કોઈ ડાળી પકડી લે છે. કોઈનું પણ ધ્યાન રાજ્યમાં ચાલવાનું નથી. રીવામાં ગેંગરેપ મામલે કમલનાથે કહ્યું કે, આ તો રોજ થઈ રહ્યું છે. કાલે તમે મારી સાથે બેસો તો બીજી ઘટના બતાવીશ.

Aug 9, 2023 - 05:10
 0  0
કમલનાથે ધીરેન્દ્ર શાસ્ત્રીને કહ્યું- 'એવું ના વિચારતા કે તમને મારાથી છૂટકારો મળી ગયો'

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું મધ્યપ્રદેશના છિંદવાડામાં પ્રવચન સાંભળવા લાખો લોકો પહોંચ્યા. કોંગ્રેસ નેતા કમલનાથના ગઢ છિંદવાડામાં થયેલા આ કાર્યક્રમને મીડિયામાં પણ ઘણી કવરેજ મળ્યું. જેને લઈને હવે કમલનાથની પણ પ્રતિક્રિયા આવી ગઈ. એક તરફ હિન્દુ રાષ્ટ્રને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીની આલોચના પણ કરી નાખી, સાથે જ ખુદને હનુમાનજી પણ કહી ગયા.

કમલનાથે કહ્યું કે, એવું ના વિચારો કે તમને મારાથી છૂટકારો મળી ગયો છે. ભવિષ્યમાં પણ તમે મારાથી છૂટકારો નહીં મેળવી શકો. મહારાજજી અને મારો સંબંધ હનુમાનજી જેવો સંબંધ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પર કમલનાથે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ક્યાં વાત છે, અહીં 82 ટકા હિન્દુ છે. જે દેશમાં એ હિન્દુઓ આટલા બધા હોય, ત્યાં ક્યાં કોઈ વિવાદની વાત છે? હિન્દુ રાષ્ટ્ર કહેવાની ક્યાં જરૂર છે, આ તો આંકડા જણાવે છે.

કમલનાથે કહ્યું કે, મને તેમના આવવાની માહિતી મળી તો મેં કહ્યું કે, મંદિરમાં જ પ્રોગ્રામ બનાવીએ. તેમણે છિંદવાડાના ખૂબ વખાણ કર્યા. અંતમાં છિંદવાડાના લોકો ખુબ જ ખુશ થયા. 7-8 લાખ લોકો આવ્યા હતા. હું નહોતો પહોંચી શક્યો, પરંતુ કથા ત્રણ દિવસ સફળ રહી. સપ્ટેમ્બરમાં પંડિત પ્રદિપ મિશ્રાની પણ કથા હશે.

શિવરાજને ગણાવ્યા સૌથી ભ્રષ્ટ

મુખ્યમંત્રીની ટિપ્પણીને લઇને કમલનાથે કહ્યું કે, શિવરાજસિંહ કમલનાથ અંગે કંઈ નથી કહી શકતા. શિવરાજસિંહ ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેના પગ નીચેથી જમીન ખસે છે, તે કોઈને કોઈ ડાળી પકડી લે છે. કોઈનું પણ ધ્યાન રાજ્યમાં ચાલવાનું નથી. રીવામાં ગેંગરેપ મામલે કમલનાથે કહ્યું કે, આ તો રોજ થઈ રહ્યું છે. કાલે તમે મારી સાથે બેસો તો બીજી ઘટના બતાવીશ.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow