ગર્લફ્રેન્ડ સાથે વાત કર્યા બાદ ડુમસમાં યુવાને ફાંસો ખાધો

- આસામના યુવાનને વતનની યુવતી સાથે પ્રેમસબંધ હતોઃ અમરોલીમાં પુત્રોને યોગ્ય કામ નહી મળતા પિતાનો આપઘાતસુરત :સુરતમાં આપધાતના બે બનાવમાં ગર્લ ફેન્ડ સાથે વાત કર્યા બાદ ડુમસમાં યુવાન અને અમરોલીમાં બે પુત્રોને બે માસથી યોગ્ય કામ નહી મળતા ડિપ્રેશન્સ આવીને પિતાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડુમસમાં ગવિયરગામમાં હનુમાન ફળિયામાં રહેતો ૨૫ વર્ષીય દિગમ્બર વૈશ્ય સોમવારે મોડી રાતે ઘરમાં એંગલ સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે દિગમ્બરના સંબંધીએ કહ્યુ કે દિગમ્બર મુળ આસામનો વતની હતો. જોકે તેની ૩ વર્ષ થી વતનની યુવતી સાથે આંખ મળી ગઇ હોવાથી વાતચિત કરતો હતો. જયારે સોમવારે રાતે તેણે ગર્લ ફેન્ડ સાથે ફોન પર વાતચિત કરી હતી. બાદમાં તેણે કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતુ. તે એરપોર્ટ ખાતે હોટલમાં કામ કરતો હતો. તેનો એક ભાઇ અને એક બહેન છે. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં અમરોલીમાં વરીયાવ રોડ સરદારનગર પાસે સુકનવેલી સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષીય ગોપાલભાઇ ભગવાનદાસ કંથારીયા ગત તા.૫મીએ બપોરે ઘરે જંતુનાશક દવા પી જતા સારવાર માટે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન સોમવારે રાતે તેેમનું મોત નીંપજયું હતુ. જયારે ગોપાલભાઇ નિવૃત જીદગી ગાળતા હતા. તેવા સમયે તેમના બે પુત્ર હીરામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ છેલ્લા બે માસથી બંને પુત્ર કામ નહી મળતા ઘરે હતા અને યોગ્ય કામ મળતુ નહી હોવાથી તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.

Aug 9, 2023 - 05:03
 0  2
ગર્લફ્રેન્ડ સાથે વાત કર્યા બાદ ડુમસમાં યુવાને ફાંસો ખાધો


- આસામના યુવાનને વતનની યુવતી સાથે પ્રેમસબંધ હતોઃ અમરોલીમાં પુત્રોને યોગ્ય કામ નહી મળતા પિતાનો આપઘાત

સુરત :

સુરતમાં આપધાતના બે બનાવમાં ગર્લ ફેન્ડ સાથે વાત કર્યા બાદ ડુમસમાં યુવાન અને અમરોલીમાં બે પુત્રોને બે માસથી યોગ્ય કામ નહી મળતા ડિપ્રેશન્સ આવીને પિતાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડુમસમાં ગવિયરગામમાં હનુમાન ફળિયામાં રહેતો ૨૫ વર્ષીય દિગમ્બર વૈશ્ય સોમવારે મોડી રાતે ઘરમાં એંગલ સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે દિગમ્બરના સંબંધીએ કહ્યુ કે દિગમ્બર મુળ આસામનો વતની હતો. જોકે તેની ૩ વર્ષ થી વતનની યુવતી સાથે આંખ મળી ગઇ હોવાથી વાતચિત કરતો હતો. જયારે સોમવારે રાતે તેણે ગર્લ ફેન્ડ સાથે ફોન પર વાતચિત કરી હતી. બાદમાં તેણે કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતુ. તે એરપોર્ટ ખાતે હોટલમાં કામ કરતો હતો. તેનો એક ભાઇ અને એક બહેન છે. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં અમરોલીમાં વરીયાવ રોડ સરદારનગર પાસે સુકનવેલી સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષીય ગોપાલભાઇ ભગવાનદાસ કંથારીયા ગત તા.૫મીએ બપોરે ઘરે જંતુનાશક દવા પી જતા સારવાર માટે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન સોમવારે રાતે તેેમનું મોત નીંપજયું હતુ. જયારે ગોપાલભાઇ નિવૃત જીદગી ગાળતા હતા. તેવા સમયે તેમના બે પુત્ર હીરામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ છેલ્લા બે માસથી બંને પુત્ર કામ નહી મળતા ઘરે હતા અને યોગ્ય કામ મળતુ નહી હોવાથી તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow