ગુજરાત વિદ્યાપીઠ ફરી આવી ચર્ચામાં, પ્રાણજીવન છાત્રાલયમાંથી પકડાઈ દારૂની બોટલ

Gujarat Vidyapeeth:  ગુજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં આવી છે. વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારૂની બોટલ પકડાઈ છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતા રૂમ સીલ કરવામાં આવી છે. જે પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ પકડાતા ચકચાર મચી ગઈ છે. દારૂની બોટલ મળતા વિદ્યાપીઠે તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ હાલ વધુ એક વિવાદમાં આવી છે અને એ વિવાદનું કારણ છે વિદ્યાર્થીઓનું અપમાન. જેના પગલે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ઉપાસના ખંડની બહાર જ પ્રાર્થના અને રેડિયો ખાતે વિરોધ નોંધાવ્યો છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના અપમાનને લઈને દિન દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે ગાંધીજીએ માર્ગે આંદોલન ચલાવવાની અને ગાંધીગીરી કરવાની ચીમકી વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામાં આવી છે. આમ તો ગુજરાત વિદ્યાપીઠ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે કારણ કે, અનેકવાર વિદ્યાપીઠમાં વિવાદો અને વિરોધ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હાલમાં એક નવો વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ છે વિદ્યાર્થીનીઓને સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકીને તેઓનું કરવામાં આવેલું અપમાન. જી હા બે દિવસ પૂર્વે ગુજરાત વિદ્યાપીઠમાં આ વિવાદ સર્જાયો હતો જ્યારે ઉપાસના ખંડમાં પ્રાથના કરવામાં આવી ત્યારે બે વિદ્યાર્થીનીઓને સર્વધર્મ પ્રાર્થના કરતા રોકવામાં આવી. આ અંગે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, ઉપાસના ખંડમાં રોજેરોજ પ્રાર્થના થાય છે. ત્યારે વિદ્યાપીઠના ડીન રામગોપાલ સિંહે પ્રાર્થના કરતા રોકી અમારું અપમાન કર્યું હતું. અહી વર્ષોથી પ્રાર્થના થાય છે તો તે અટકાવવાનો શું મતલબ. જેના કારણે અમે રેંટિયો કાંતી કાળી પટ્ટી ફરી વિદ્યાપીઠમાં કેમ્પસમાં બેસીને વિરોધ કરી રહ્યાં છીએ. જ્યાં સુધી ડીન માફી નહિ માંગે ત્યાં સુધી આ રીતે વિરોધ કરવામાં આવશે. કુલસચિવ કહી રહ્યા છે જો રજુઆત કોઈ કરે તો જ અમે પગલાં લઈએ. મહત્વનું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો છતાં કાર્યકારી કુલસચિવ અજાણ કેવી રીતે હોઈ શકે. આ પણ વાંચોઃ      Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ થયું કમી, કહી આ વાત

Aug 8, 2023 - 16:36
 0  4
ગુજરાત વિદ્યાપીઠ ફરી આવી ચર્ચામાં, પ્રાણજીવન છાત્રાલયમાંથી પકડાઈ દારૂની બોટલ

Gujarat Vidyapeeth:  ગુજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં આવી છે. વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારૂની બોટલ પકડાઈ છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતા રૂમ સીલ કરવામાં આવી છે. જે પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ પકડાતા ચકચાર મચી ગઈ છે. દારૂની બોટલ મળતા વિદ્યાપીઠે તપાસ શરૂ કરી છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ હાલ વધુ એક વિવાદમાં આવી છે અને એ વિવાદનું કારણ છે વિદ્યાર્થીઓનું અપમાન. જેના પગલે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ઉપાસના ખંડની બહાર જ પ્રાર્થના અને રેડિયો ખાતે વિરોધ નોંધાવ્યો છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના અપમાનને લઈને દિન દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે ગાંધીજીએ માર્ગે આંદોલન ચલાવવાની અને ગાંધીગીરી કરવાની ચીમકી વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામાં આવી છે.

આમ તો ગુજરાત વિદ્યાપીઠ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે કારણ કે, અનેકવાર વિદ્યાપીઠમાં વિવાદો અને વિરોધ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હાલમાં એક નવો વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ છે વિદ્યાર્થીનીઓને સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકીને તેઓનું કરવામાં આવેલું અપમાન. જી હા બે દિવસ પૂર્વે ગુજરાત વિદ્યાપીઠમાં આ વિવાદ સર્જાયો હતો જ્યારે ઉપાસના ખંડમાં પ્રાથના કરવામાં આવી ત્યારે બે વિદ્યાર્થીનીઓને સર્વધર્મ પ્રાર્થના કરતા રોકવામાં આવી.

આ અંગે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, ઉપાસના ખંડમાં રોજેરોજ પ્રાર્થના થાય છે. ત્યારે વિદ્યાપીઠના ડીન રામગોપાલ સિંહે પ્રાર્થના કરતા રોકી અમારું અપમાન કર્યું હતું. અહી વર્ષોથી પ્રાર્થના થાય છે તો તે અટકાવવાનો શું મતલબ. જેના કારણે અમે રેંટિયો કાંતી કાળી પટ્ટી ફરી વિદ્યાપીઠમાં કેમ્પસમાં બેસીને વિરોધ કરી રહ્યાં છીએ. જ્યાં સુધી ડીન માફી નહિ માંગે ત્યાં સુધી આ રીતે વિરોધ કરવામાં આવશે. કુલસચિવ કહી રહ્યા છે જો રજુઆત કોઈ કરે તો જ અમે પગલાં લઈએ. મહત્વનું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસી કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો છતાં કાર્યકારી કુલસચિવ અજાણ કેવી રીતે હોઈ શકે.

આ પણ વાંચોઃ     

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ થયું કમી, કહી આ વાત

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow