જહાંગીરપુરા ડભોલી બ્રિજના નાકા પરની ઘટના: નાંણાકીય લેતીદેતીના વિવાદમાં હીરા દલાલનું અપહરણ કરનાર પિતા-પુત્ર સહિત ચાર પકડાયા

- ડભોલીમાં રહેતા હીરા દલાલે બોટાદના વેપારી પાસેથી રૂ. 11.45 લાખના હીરા લઇ પેમેન્ટ ચુકવ્યું ન હતુઃ ત્રણ પિતા-પુત્ર અને સાઢુભાઇએ અપહરણ કરી બોટાદ ખાતે ઓફિસમાં ગોંધીને માર માર્યો હતોસુરતડભોલી વિસ્તારમાં રહેતા હીરા દલાલનું રૂ. 11.45 લાખની લેતીદેતીના વિવાદમાં કારમાં અપહરણ કરી બોટાદ લઇ જઇ ગોંધી રાખવાના પ્રકરણમાં જહાંગીરપુરા પોલીસે ત્રણ પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ડભોલી ચાર રસ્તા સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહેતા હીરા દલાલ રમેશ ઉર્ફે બંસી રવજી ઢોલા (ઉ.વ. 40) પાંચ દિવસ અગાઉ જહાંગીરપુરા એસએમસી કોમ્યુનિટી હોલ નજીક ડભોલી બ્રિજના નાકા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વિનુ જામફળીયા સહિત ત્રણથી ચાર જણાએ માર મારી કારમાં અપહરણ કરી બોટાદ લઇ જઇ ગોંધી રાખી માર માર્યો હતો. બોટાદમાં હીરાનો ધંધો કરતા વિનુ પાસેથી લીધેલા રૂ. 11.45 લાખના હીરા બજારમાં વેચી દીધા બાદ રમેશે પેમેન્ટ ચુકવ્યું ન હતું. જેથી વિનુએ રમેશનું અપહરણ કરી બોટાદ લઇ જઇ પોતાની ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. ઉપરાંત અપૃહ્રત રમેશના ત્રણ ભાઇ તથા કૌટુંબિક ભત્રીજાને કોલ કરી ઉઘરાણીના ધમકી ભર્યા ફોન કર્યા હતા અને વિનુએ એવી પણ ધમકી આપી હતી કે પોલીસ ફરીયાદ કરો તો પણ કોઇ ફરક પડતો ન હતો. જેથી વિનુ રમેશ સાથે કોઇ અઘટિત ઘટનાને અંજામ નહીં આપે તે માટે પરિવારે જહાંગીરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસે બોટાદ પોલીસનો સંર્પક કરી અપૃહ્રત રમેશને મુક્ત કરાવવાની સાથે અપહરણકાર હીરા વેપારી વિનોદ ઉર્ફે વિનુ જામફળીયા લખમણ કણઝરીયા (ઉ.વ. 50) અને તેના બે પુત્ર મેહુલ કણઝરીયા (ઉ.વ. 25) તથા વિકાસ કણઝરીયા (ઉ.વ. 23 ત્રણેય રહે. કેવલ્ય એપાર્ટમેન્ટ, ગઢડા, બોટાદ) અને વિનુના સાઢુભાઇ કલ્પેશ રૂઘનાથ ધારીયા (ઉ.વ. 37 રહે. મોરારી નગર-2, તુરખા રોડ, બોટાદ) ની ધરપકડ કરી છે.

Aug 9, 2023 - 05:03
 0  2
જહાંગીરપુરા ડભોલી બ્રિજના નાકા પરની ઘટના: નાંણાકીય લેતીદેતીના વિવાદમાં હીરા દલાલનું અપહરણ કરનાર પિતા-પુત્ર સહિત ચાર પકડાયા- ડભોલીમાં રહેતા હીરા દલાલે બોટાદના વેપારી પાસેથી રૂ. 11.45 લાખના હીરા લઇ પેમેન્ટ ચુકવ્યું ન હતુઃ ત્રણ પિતા-પુત્ર અને સાઢુભાઇએ અપહરણ કરી બોટાદ ખાતે ઓફિસમાં ગોંધીને માર માર્યો હતો

સુરત
ડભોલી વિસ્તારમાં રહેતા હીરા દલાલનું રૂ. 11.45 લાખની લેતીદેતીના વિવાદમાં કારમાં અપહરણ કરી બોટાદ લઇ જઇ ગોંધી રાખવાના પ્રકરણમાં જહાંગીરપુરા પોલીસે ત્રણ પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
ડભોલી ચાર રસ્તા સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહેતા હીરા દલાલ રમેશ ઉર્ફે બંસી રવજી ઢોલા (ઉ.વ. 40) પાંચ દિવસ અગાઉ જહાંગીરપુરા એસએમસી કોમ્યુનિટી હોલ નજીક ડભોલી બ્રિજના નાકા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વિનુ જામફળીયા સહિત ત્રણથી ચાર જણાએ માર મારી કારમાં અપહરણ કરી બોટાદ લઇ જઇ ગોંધી રાખી માર માર્યો હતો. બોટાદમાં હીરાનો ધંધો કરતા વિનુ પાસેથી લીધેલા રૂ. 11.45 લાખના હીરા બજારમાં વેચી દીધા બાદ રમેશે પેમેન્ટ ચુકવ્યું ન હતું.


જેથી વિનુએ રમેશનું અપહરણ કરી બોટાદ લઇ જઇ પોતાની ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. ઉપરાંત અપૃહ્રત રમેશના ત્રણ ભાઇ તથા કૌટુંબિક ભત્રીજાને કોલ કરી ઉઘરાણીના ધમકી ભર્યા ફોન કર્યા હતા અને વિનુએ એવી પણ ધમકી આપી હતી કે પોલીસ ફરીયાદ કરો તો પણ કોઇ ફરક પડતો ન હતો. જેથી વિનુ રમેશ સાથે કોઇ અઘટિત ઘટનાને અંજામ નહીં આપે તે માટે પરિવારે જહાંગીરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસે બોટાદ પોલીસનો સંર્પક કરી અપૃહ્રત રમેશને મુક્ત કરાવવાની સાથે અપહરણકાર હીરા વેપારી વિનોદ ઉર્ફે વિનુ જામફળીયા લખમણ કણઝરીયા (ઉ.વ. 50) અને તેના બે પુત્ર મેહુલ કણઝરીયા (ઉ.વ. 25) તથા વિકાસ કણઝરીયા (ઉ.વ. 23 ત્રણેય રહે. કેવલ્ય એપાર્ટમેન્ટ, ગઢડા, બોટાદ) અને વિનુના સાઢુભાઇ કલ્પેશ રૂઘનાથ ધારીયા (ઉ.વ. 37 રહે. મોરારી નગર-2, તુરખા રોડ, બોટાદ) ની ધરપકડ કરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow