ડુમસના દરિયામાં રવિવારે ડૂબી ગયેલા 13 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો

- કાકા સાથે ફરવા આવ્યો હતો, દરિયા ગણેશ મંદિર પાસે અન્ય કિશોરો સાથે નહાતો હતો ત્યારે ખેંચાઇ ગયો હતો સુરત :ડુમસમાં રવિવારે કાકા સાથે ફરવા ગયેલો ભાઠેનામાં રહેતો ૧૩ વર્ષીય તરૃણ દરિયામાં ન્હાતી વખતે પાણીમાં ડુબી ગયો હતો. જોકે આજે સોમવારે સવારે તેની લાશ દરિયા માથી મળી આવી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભાઠેનામાં આંજણા ફાર્મ ખાતે ખોડીયારનગરમાં રહેતો ૧૩ વર્ષીય પિયુષ સંજય યાદવ આજે રવિવારે બપોરે તેના કાકા રાજેશ યાદવ, ભાઇ સહિતના સાથે ડુમસ ખાતે ફરવા ગયો હતો. બાદમાં ડુમસ ગણપતિ મંદિર પાસે  દરિયામાં સાંજે પિયુષ અન્ય છોકરા સાથે ન્હાતો હતો. બાદમાં અન્ય છોકરા બહાર નીકળી ગયા હતા. ત્યારે પિયુષ પાણીના વહેણમાં ખેચાઇ જતા ડુબી ગયો હતો. જેથી ત્યાં નાસભાગ થઇ ગઇ હતી. આ અંગે પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં ધસી ગયા હતા. બાદમાં ફાયરજવાનોએ મોડી રાત સુધી દરિયામાં તેની શોધખોળ કરતા ભાળ મળી ન હતી. જયારે આજે સોમવારે સવારે ડુમસ ગણપતિ મંદિર પાછળ એકથી દોઢ કિલો મીટર અંદર દરિયા માંથી તેનો મૃતદેહ સ્થાનિક માછીમારોએ બહાર કાઢીને પોલીસે સોપી હતી. જયારે પિયુષ મુળ ઉતરપ્રદેશના દેવરીયાનો વતની હતો. તે ધો.૭માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કાપડ માર્કેટમાં કામ કરે છે. તેનો એક ભાઇ છે. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.

Aug 9, 2023 - 05:03
 0  2
ડુમસના દરિયામાં રવિવારે ડૂબી ગયેલા 13 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો


- કાકા સાથે ફરવા આવ્યો હતો, દરિયા ગણેશ મંદિર પાસે અન્ય કિશોરો સાથે નહાતો હતો ત્યારે ખેંચાઇ ગયો હતો

 સુરત :

ડુમસમાં રવિવારે કાકા સાથે ફરવા ગયેલો ભાઠેનામાં રહેતો ૧૩ વર્ષીય તરૃણ દરિયામાં ન્હાતી વખતે પાણીમાં ડુબી ગયો હતો. જોકે આજે સોમવારે સવારે તેની લાશ દરિયા માથી મળી આવી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભાઠેનામાં આંજણા ફાર્મ ખાતે ખોડીયારનગરમાં રહેતો ૧૩ વર્ષીય પિયુષ સંજય યાદવ આજે રવિવારે બપોરે તેના કાકા રાજેશ યાદવ, ભાઇ સહિતના સાથે ડુમસ ખાતે ફરવા ગયો હતો. બાદમાં ડુમસ ગણપતિ મંદિર પાસે  દરિયામાં સાંજે પિયુષ અન્ય છોકરા સાથે ન્હાતો હતો. બાદમાં અન્ય છોકરા બહાર નીકળી ગયા હતા. ત્યારે પિયુષ પાણીના વહેણમાં ખેચાઇ જતા ડુબી ગયો હતો. જેથી ત્યાં નાસભાગ થઇ ગઇ હતી. આ અંગે પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં ધસી ગયા હતા. બાદમાં ફાયરજવાનોએ મોડી રાત સુધી દરિયામાં તેની શોધખોળ કરતા ભાળ મળી ન હતી. જયારે આજે સોમવારે સવારે ડુમસ ગણપતિ મંદિર પાછળ એકથી દોઢ કિલો મીટર અંદર દરિયા માંથી તેનો મૃતદેહ સ્થાનિક માછીમારોએ બહાર કાઢીને પોલીસે સોપી હતી. જયારે પિયુષ મુળ ઉતરપ્રદેશના દેવરીયાનો વતની હતો. તે ધો.૭માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કાપડ માર્કેટમાં કામ કરે છે. તેનો એક ભાઇ છે. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow