દાદર સ્ટેશને ચાલુ ટ્રેને યુવતીની છેડતી કરી બેગ આંચકી લીધા બાદ નીચે ધકેલી દીધી

ભારે ભીડ ધરાવતા સ્ટેશને ઘટના સીએસટી-બેંગ્લુરુ ઉદ્યાન એક્સપ્રેસની ઘટનાસેલ્સ ટેક્સમાં ફરજ બજાવતી યુવતીને હાથ અને કપાળ પર ઈજાઓઃ સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓનાં નિવેદનોનાં આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડમુંબઈ  : મુંબઈના રેલવે સ્ટેશનો પર મહિલા સલામતીની મોટી ગુલબાંગો વચ્ચે દાદર જેવાં ભરચક સ્ટેશને ચાલુ ટ્રેને એક મહિલાની છેડતી કરી તેની બેગ આંચકી લેનારા નરાધમે આ યુવતીએ પ્રતિકાર કરતાં તેને ધક્કો મારી ચાલુ ટ્રેને નીચે ધકેલી દીધી હતી.  પુણેમાં સેલ્સ ટેક્સમાં ફરજ બજાવતી યુવતીને કપાળ તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટનાના આઠ કલાક બાદ જીઆરપીએ પુણેમાં જ એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પણ તાજેતરમાં ફરજ પરથી છૂટા થયેલા મનોજ ચૌધરી નામના યુવકની ધરપકડ કરી હતી.            આ ઘટના રવિવારે રાત્રે બેંગલુરુ- સીએસટી ઉદ્યાન એક્સપ્રેસમાં બની હતી. જ્યારે ટ્રેન દાદર સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ત્યારે લગભગ ૮.૩૦ વાગ્યે, એક  મનોજ  બિનઆરક્ષિત મહિલા ડબ્બામાં પ્રવેશ્યોે હતો,  આ કોચમાં ત્યારે તદ્દન પાંખી સંખ્યામાં મહિલા પ્રવાસીઓ હતી. મનોજ પુણેમાં  સેલ્સ ટેક્સ ઓફિસના કામે આવેલી  યુવતીની છેડતી કરી હતી અને   બેગ છીનવી લીધી હતી જેમાં રોકડા રૃપિયા હતા. જ્યારે પીડિતાએ તેના લૂંટના પ્રયાસનો પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ તેને કોચની બહાર નીચે પટકી દીધી હતી અને તે બેગ લઈને ભાગી છૂટયો હતો. જોકે, સદનસીબે હજુ ટ્રેને ત્યારે પ્લેટફોર્મ વટાવ્યું ન હતું. આથી, આ યુવતી પ્લેટફોર્મ પર જ પડી હતી. તેને માથા તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બીજા દિવસે સોમવારે થોડા સ્વસ્થ થયા બાદ તેણે રુબરુ આવી ફરિયાદ નોંધાવી હતી.                 સરકારી રેલવે પોલીસ (જીઆરપી) એ જણાવ્યું હતું કે  ૨૯ વર્ષીય પીડિતાએ સોમવારે તેમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ઔપચારિક એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પહેલાં જ આરોપી મનોજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓનાં નિવેદનોના આધારે પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. મૂળ મધ્યપ્રદેશનો મનોજ ચૌધરી પુણેમાં એક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. જોકે, તાજેતરમાં જ તેને નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ મહિલાનો વિનય ભંગ કરવા, હત્યાનો પ્રયાસ અને લૂંટ કરવાના પ્રયાસમાં ઈજા પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી યુવતીની બેગ તથા રોકડ પણ જપ્ત કર્યાં છે. ઘટના વખતે મનોજ દારુના નશામાં ધૂત હતો એમ કહેવાય છે.

Aug 9, 2023 - 05:04
 0  0
દાદર સ્ટેશને ચાલુ ટ્રેને યુવતીની છેડતી કરી બેગ આંચકી લીધા બાદ નીચે ધકેલી દીધી


ભારે ભીડ ધરાવતા સ્ટેશને ઘટના સીએસટી-બેંગ્લુરુ ઉદ્યાન એક્સપ્રેસની ઘટના

સેલ્સ ટેક્સમાં ફરજ બજાવતી યુવતીને હાથ અને કપાળ પર ઈજાઓઃ સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓનાં નિવેદનોનાં આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

મુંબઈ  : મુંબઈના રેલવે સ્ટેશનો પર મહિલા સલામતીની મોટી ગુલબાંગો વચ્ચે દાદર જેવાં ભરચક સ્ટેશને ચાલુ ટ્રેને એક મહિલાની છેડતી કરી તેની બેગ આંચકી લેનારા નરાધમે આ યુવતીએ પ્રતિકાર કરતાં તેને ધક્કો મારી ચાલુ ટ્રેને નીચે ધકેલી દીધી હતી.  પુણેમાં સેલ્સ ટેક્સમાં ફરજ બજાવતી યુવતીને કપાળ તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટનાના આઠ કલાક બાદ જીઆરપીએ પુણેમાં જ એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પણ તાજેતરમાં ફરજ પરથી છૂટા થયેલા મનોજ ચૌધરી નામના યુવકની ધરપકડ કરી હતી. 

           આ ઘટના રવિવારે રાત્રે બેંગલુરુ- સીએસટી ઉદ્યાન એક્સપ્રેસમાં બની હતી. જ્યારે ટ્રેન દાદર સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ત્યારે લગભગ ૮.૩૦ વાગ્યે, એક  મનોજ  બિનઆરક્ષિત મહિલા ડબ્બામાં પ્રવેશ્યોે હતો,  આ કોચમાં ત્યારે તદ્દન પાંખી સંખ્યામાં મહિલા પ્રવાસીઓ હતી. 

મનોજ પુણેમાં  સેલ્સ ટેક્સ ઓફિસના કામે આવેલી  યુવતીની છેડતી કરી હતી અને   બેગ છીનવી લીધી હતી જેમાં રોકડા રૃપિયા હતા. જ્યારે પીડિતાએ તેના લૂંટના પ્રયાસનો પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ તેને કોચની બહાર નીચે પટકી દીધી હતી અને તે બેગ લઈને ભાગી છૂટયો હતો. જોકે, સદનસીબે હજુ ટ્રેને ત્યારે પ્લેટફોર્મ વટાવ્યું ન હતું. આથી, આ યુવતી પ્લેટફોર્મ પર જ પડી હતી. તેને માથા તથા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બીજા દિવસે સોમવારે થોડા સ્વસ્થ થયા બાદ તેણે રુબરુ આવી ફરિયાદ નોંધાવી હતી. 

                સરકારી રેલવે પોલીસ (જીઆરપી) એ જણાવ્યું હતું કે  ૨૯ વર્ષીય પીડિતાએ સોમવારે તેમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ઔપચારિક એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પહેલાં જ આરોપી મનોજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓનાં નિવેદનોના આધારે પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. 

મૂળ મધ્યપ્રદેશનો મનોજ ચૌધરી પુણેમાં એક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. જોકે, તાજેતરમાં જ તેને નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ મહિલાનો વિનય ભંગ કરવા, હત્યાનો પ્રયાસ અને લૂંટ કરવાના પ્રયાસમાં ઈજા પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી યુવતીની બેગ તથા રોકડ પણ જપ્ત કર્યાં છે. ઘટના વખતે મનોજ દારુના નશામાં ધૂત હતો એમ કહેવાય છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow