દુષ્કર્મ કેસમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આરોપી સંચાલકના આગોતરા જામીન રદ

સુરતફરીયાદી ડીવોર્સી મહીલાને ધંધામાં રોકાણના નામે 5 લાખ પડાવી હોટેલમાં લઈ જઈ આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ      ડીવોર્સી મહીલાને ધંધામાં રોકાણ કરવા લલચાવી 5 લાખ પડાવી લઈને હોટેલમાં લઈ જઈને બળાત્કાર ગુજારવાના કેસમાં વેસુ પોલીસની ધરપકડથી બચવા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આરોપી સંચાલકની આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.ચાર્લી ઈવેન્ટના નામે કેટરીંગ-ઈવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલા આરોપી સંચાલક સમીર ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ(રે.ગ્રીન સીટી,પાલભાઠા રોડ) વિરુદ્ધ ગઈ તા.26-7-23ના રોજ સિલાઈ કામ સાથે સંકળાયેલી ફરિયાદી ડીવોર્સી મહીલાએ વેસુ પોલીસમાં ઈપીકો-376(2)(એન),406,504,506(2)ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીએ ફરિયાદીને 15 ટકા પાર્ટનરશીપની ઓફર કરીને રોકાણના નામે ૫ લાખ પડાવી લઈને ફરિયાદીને જુદી જુદી હોટેલમાં લઈ જઈને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ધાકધમકી આપી હોવાનો આક્ષેપ મુક્યો હતો.જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી સમીર બ્રહ્મભટ્ટે આગોતરા જામીન માટે માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે બનાવનો ગાળો ઓગષ્ટ-નવેમ્બર-2022નો  છે.પરંતુ જુલાઈ-2023ના રોજ વિલંબિત ફરિયાદ અંગેનો ખુલાશો દર્શાવ્યો નથી.ફરિયાદીના છુટાછેડા થયા હોઈ પોતાની જાળમાં ફસાવીને આરોપી પાસે વારંવાર પૈસાની માંગણી કરી બ્લેકમેઈલ કરવાની ધાકધમકી આપી છે.જેથી ફરિયાદીને 2.20 લાખ રોકડા તથા ગુગલ પે દ્વારા આપ્યા છે.જેની પેનડ્રાઈવ આરોપીએ રજુ કરી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે.આરોપીએ ફરિયાદીને મોલેસ્ટીંગ કરી ગાળગલોચ કરીને જુદી જુદી હોટેલમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યા છે.ફરિયાદીના પ્રથમ લગ્નથી થયેલા છુટાછેડાની એલીમનીની રકમમાંથી આરોપીએ 5 લાખ પડાવી લીધા છે.સીસીટીવી ફુટેજ મેળવાના,સોનીનું નિવેદન લેવાનું બાકી છે.આરોપી પોતે પરણીત છે.તપાસ અધિકારીએ હોટેલના ઉતારા મેળવતી વખતે હાલના આરોપી અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોવાનું તથા હોટેલમાં અન્ય સ્ત્રીઓ સાથેની એન્ટ્રીના પુરાવા મેળવ્યા છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી સમીર બ્રહ્મભટ્ટના આગોતરા જામીનની માંગન ેનકારી કાઢી છે.

Aug 9, 2023 - 05:03
 0  1
દુષ્કર્મ કેસમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આરોપી સંચાલકના આગોતરા જામીન રદસુરત

ફરીયાદી ડીવોર્સી મહીલાને ધંધામાં રોકાણના નામે 5 લાખ પડાવી હોટેલમાં લઈ જઈ આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ

      

ડીવોર્સી મહીલાને ધંધામાં રોકાણ કરવા લલચાવી 5 લાખ પડાવી લઈને હોટેલમાં લઈ જઈને બળાત્કાર ગુજારવાના કેસમાં વેસુ પોલીસની ધરપકડથી બચવા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આરોપી સંચાલકની આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

ચાર્લી ઈવેન્ટના નામે કેટરીંગ-ઈવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલા આરોપી સંચાલક સમીર ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ(રે.ગ્રીન સીટી,પાલભાઠા રોડ) વિરુદ્ધ ગઈ તા.26-7-23ના રોજ સિલાઈ કામ સાથે સંકળાયેલી ફરિયાદી ડીવોર્સી મહીલાએ વેસુ પોલીસમાં ઈપીકો-376(2)(એન),406,504,506(2)ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીએ ફરિયાદીને 15 ટકા પાર્ટનરશીપની ઓફર કરીને રોકાણના નામે ૫ લાખ પડાવી લઈને ફરિયાદીને જુદી જુદી હોટેલમાં લઈ જઈને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ધાકધમકી આપી હોવાનો આક્ષેપ મુક્યો હતો.

જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી સમીર બ્રહ્મભટ્ટે આગોતરા જામીન માટે માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે બનાવનો ગાળો ઓગષ્ટ-નવેમ્બર-2022નો  છે.પરંતુ જુલાઈ-2023ના રોજ વિલંબિત ફરિયાદ અંગેનો ખુલાશો દર્શાવ્યો નથી.ફરિયાદીના છુટાછેડા થયા હોઈ પોતાની જાળમાં ફસાવીને આરોપી પાસે વારંવાર પૈસાની માંગણી કરી બ્લેકમેઈલ કરવાની ધાકધમકી આપી છે.જેથી ફરિયાદીને 2.20 લાખ રોકડા તથા ગુગલ પે દ્વારા આપ્યા છે.જેની પેનડ્રાઈવ આરોપીએ રજુ કરી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે.આરોપીએ ફરિયાદીને મોલેસ્ટીંગ કરી ગાળગલોચ કરીને જુદી જુદી હોટેલમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યા છે.ફરિયાદીના પ્રથમ લગ્નથી થયેલા છુટાછેડાની એલીમનીની રકમમાંથી આરોપીએ 5 લાખ પડાવી લીધા છે.સીસીટીવી ફુટેજ મેળવાના,સોનીનું નિવેદન લેવાનું બાકી છે.આરોપી પોતે પરણીત છે.તપાસ અધિકારીએ હોટેલના ઉતારા મેળવતી વખતે હાલના આરોપી અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોવાનું તથા હોટેલમાં અન્ય સ્ત્રીઓ સાથેની એન્ટ્રીના પુરાવા મેળવ્યા છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી સમીર બ્રહ્મભટ્ટના આગોતરા જામીનની માંગન ેનકારી કાઢી છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow