પત્ની સાથે તકરાર બાદ પતિએ 2 બાળકોને કૂવામાં ફેંકી દીધાં

અહેમદનગરમાં ઘરેલુ તકરારમાં ઘટનાબંને બાળકોની હત્યાના આરોપસર પોલીસે આરોપી પિતા ધરપકડમુંબઇ :  અહેમદનગરમાં પત્ની સાથે વિવાદ અને ઉગ્ર બોલાચાલી બાદ રોષે ભરાયેલા એક વ્યક્તિ (૩૮)એ કથિત રીતે તેના બે નાના બાળકોને કૂવામાં ફેંકી મારી નાંખ્યા હતા એમ પોલીસના એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ ઘટના રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે અહેમદનગર જિલ્લાના કર્જત તાલુકાના અળસુંદે ગામમાં બની હતી.આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી ગોકુલ ક્ષીરસાગરનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. બંને પતી-પત્ની વચ્ચે ભારે વિવાદ અને બોલાચાલી બાદ ભડકેલો ગોકુલ તેની આઠ વર્ષની પુત્રી ઋતુજા અને ચાર વર્ષના પુત્ર વેદાંત સાથે ઘર છોડી ગયો હતો. ત્યારબાદ ગુસ્સામાં ગોકુલે બંને બાળકોને પાસેના કૂવામાં ફેંકી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકોને તરત જ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પણ ત્યાં સુધીમાં બંને બાળકો ગુંગળાઇને મરી ગયા હતા. પોલીસે આ પ્રકરણે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ એફઆઇઆર નોંધી આરોપી ગોકુલની ધરપકડ કરી હતી. પોલીસે આ પ્રકરણે વધુ કાર્યવાહી આદરી છે.

Aug 9, 2023 - 05:04
 0  2
પત્ની સાથે તકરાર બાદ પતિએ 2 બાળકોને કૂવામાં ફેંકી દીધાં


અહેમદનગરમાં ઘરેલુ તકરારમાં ઘટના

બંને બાળકોની હત્યાના આરોપસર પોલીસે આરોપી પિતા ધરપકડ

મુંબઇ :  અહેમદનગરમાં પત્ની સાથે વિવાદ અને ઉગ્ર બોલાચાલી બાદ રોષે ભરાયેલા એક વ્યક્તિ (૩૮)એ કથિત રીતે તેના બે નાના બાળકોને કૂવામાં ફેંકી મારી નાંખ્યા હતા એમ પોલીસના એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ ઘટના રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે અહેમદનગર જિલ્લાના કર્જત તાલુકાના અળસુંદે ગામમાં બની હતી.

આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી ગોકુલ ક્ષીરસાગરનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. બંને પતી-પત્ની વચ્ચે ભારે વિવાદ અને બોલાચાલી બાદ ભડકેલો ગોકુલ તેની આઠ વર્ષની પુત્રી ઋતુજા અને ચાર વર્ષના પુત્ર વેદાંત સાથે ઘર છોડી ગયો હતો. ત્યારબાદ ગુસ્સામાં ગોકુલે બંને બાળકોને પાસેના કૂવામાં ફેંકી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકોને તરત જ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પણ ત્યાં સુધીમાં બંને બાળકો ગુંગળાઇને મરી ગયા હતા. પોલીસે આ પ્રકરણે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ એફઆઇઆર નોંધી આરોપી ગોકુલની ધરપકડ કરી હતી. પોલીસે આ પ્રકરણે વધુ કાર્યવાહી આદરી છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow