ફોર્જરીનો ગુનો નોધાતા ભાજપ નેતા સહિત ત્રણની ધરપકડ બાદ જેલ કસ્ટડી

સુરતજામીનમુક્ત આરોપીના જામીન રદ કરવાની માંગ સરકારપક્ષે પરત ખેંચી બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં ધરપકડ કરવા માંગ કરી હતીપત્રિકામાં કોર્પોરેટરની બોગસ સહી કરી હોવાથી આઇપીસી-465,467,468 (ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા)ની કલમ ઉમેરી હતીઃ ધરપકડ બાદ રિમાન્ડ નહી મંગાતા લાજપોર જેલમાં મોકલાયા     ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અન્ય નેતાઓની વિરુધ્ધ આપત્તિજનક પત્રિકા તથા પેનડ્રાઈવ મોકલવાના કેસમાં અગાઉ જામીનપાત્ર ગુનામાં જામીન મુક્ત ત્રણ આરોપીઓના બેઈલ કેન્સેલેશનની માંગને આજે સરકારપક્ષે સંભવિત ચુકાદા પહેલાં જ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વગર પરત ખેંચી લીધી હતી.જ્યારે આરોપીઓ વિરુધ્ધ ઉમેરાયેલા ગુનાઈત ફોર્જરીના ગુનામાં ધરપકડ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે મંજુરી આપતાં આરોપીઓની મોડી સાંજે ધરપકડ કરી રિમાન્ડની માંગ વગર જ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીઓને જેલકસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત અન્ય ધારાસભ્ય નેતાઓની વિરુધ્ધ સોશ્યલ મીડીયામાં આપત્તિજનક વીડીયો અપલોડ કરવા,તથા પત્રિકા અને પેનડ્રાઈવ સર્ક્યુલેટ કરવામાં ષડયંત્ર અંગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે તરસાડી નગર પાલિકાના પુર્વ પ્રમુખ આરોપી રાકેશ સિંહ સોલંકી,ખુમાનસિંહ પટેલ તથા દિપુ ઉર્ફે સોનુ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.જો કે આરોપીઓ વિરુધ્ધ જામીન પાત્ર ગુનાની કલમો હોઈ તપાસ અધિકારીએ કરેલા રિમાન્ડની માંગને કોર્ટે નકારી કાઢી આરોપીઓની શરતી જામીનની માંગને કોર્ટે મંજુર કરી હતી.જો કે ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ ગયા શનિવારે હાલમાં જામીન મુક્ત આરોપીઓએ સુરત ભાજપના એક કોર્પોરેટરની બોગસ સહી પત્રિકામાં કરી હોઈ આ ગુનામાં ઈપીકો-465,467 તથા 468ના ગુનાનો ઉમેરો કરવાની માંગ કરી હતી. જેમાં પર ગત શનિવારે સુરતની સીજીએમ કોર્ટે મંજુરીની મહોર મારતા બેલેબલ ઓફેન્સમાં જામીન મુક્ત આરોપીઓ ના જામીન રદ કરવા સરકારપક્ષે માંગ કરી હતી.જેની ગઈકાલે સુનાવણી પુરી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આ જે તા.8મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો.જો કે આજે ઉઘડતી કોર્ટના સમયે જ સરકારપક્ષે  એપીપી એસ.આર.ધાકરેએ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના આરોપીઓના બેલ કેન્સેલેશનની અરજી સંભવિત ચુકાદા પહેલાં જ વીથ ડ્રો કરી હતી.સરકારપક્ષે આરોપીઓ વિરુધ્ધ ગુનાઈત ફોર્જરીની ઉમેરવામાં આવેલા ગુનામાં આરોપીઓની ધરપકડ કરવા કોર્ટ સમક્ષ કરેલી માંગ મંજુર થતાં ક્રાઈમ બ્રાંચે ત્રણેય આરોપીઓની મોડી સાંજે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.અલબત્ત આરોપીઓના રિમાન્ડની માંગ કર્યા વિના કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કરતા કોર્ટે આરોપીઓને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.જેથી  હવે આગામી દિવસોમાં સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમોમાં જેલમાં મોકલવામાં આવેલા ત્રણેય  આરોપીઓ સેશન્સ કોર્ટમાં જામીન માટે માંગ કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

Aug 9, 2023 - 05:03
 0  2
ફોર્જરીનો ગુનો નોધાતા ભાજપ નેતા સહિત ત્રણની ધરપકડ બાદ જેલ કસ્ટડી



સુરત

જામીનમુક્ત આરોપીના જામીન રદ કરવાની માંગ સરકારપક્ષે પરત ખેંચી બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં ધરપકડ કરવા માંગ કરી હતી

પત્રિકામાં કોર્પોરેટરની બોગસ સહી કરી હોવાથી આઇપીસી-465,467,468 (ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા)ની કલમ ઉમેરી હતીઃ ધરપકડ બાદ રિમાન્ડ નહી મંગાતા લાજપોર જેલમાં મોકલાયા

    

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અન્ય નેતાઓની વિરુધ્ધ આપત્તિજનક પત્રિકા તથા પેનડ્રાઈવ મોકલવાના કેસમાં અગાઉ જામીનપાત્ર ગુનામાં જામીન મુક્ત ત્રણ આરોપીઓના બેઈલ કેન્સેલેશનની માંગને આજે સરકારપક્ષે સંભવિત ચુકાદા પહેલાં જ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વગર પરત ખેંચી લીધી હતી.જ્યારે આરોપીઓ વિરુધ્ધ ઉમેરાયેલા ગુનાઈત ફોર્જરીના ગુનામાં ધરપકડ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે મંજુરી આપતાં આરોપીઓની મોડી સાંજે ધરપકડ કરી રિમાન્ડની માંગ વગર જ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીઓને જેલકસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત અન્ય ધારાસભ્ય નેતાઓની વિરુધ્ધ સોશ્યલ મીડીયામાં આપત્તિજનક વીડીયો અપલોડ કરવા,તથા પત્રિકા અને પેનડ્રાઈવ સર્ક્યુલેટ કરવામાં ષડયંત્ર અંગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે તરસાડી નગર પાલિકાના પુર્વ પ્રમુખ આરોપી રાકેશ સિંહ સોલંકી,ખુમાનસિંહ પટેલ તથા દિપુ ઉર્ફે સોનુ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.જો કે આરોપીઓ વિરુધ્ધ જામીન પાત્ર ગુનાની કલમો હોઈ તપાસ અધિકારીએ કરેલા રિમાન્ડની માંગને કોર્ટે નકારી કાઢી આરોપીઓની શરતી જામીનની માંગને કોર્ટે મંજુર કરી હતી.

જો કે ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ ગયા શનિવારે હાલમાં જામીન મુક્ત આરોપીઓએ સુરત ભાજપના એક કોર્પોરેટરની બોગસ સહી પત્રિકામાં કરી હોઈ આ ગુનામાં ઈપીકો-465,467 તથા 468ના ગુનાનો ઉમેરો કરવાની માંગ કરી હતી. જેમાં પર ગત શનિવારે સુરતની સીજીએમ કોર્ટે મંજુરીની મહોર મારતા બેલેબલ ઓફેન્સમાં જામીન મુક્ત આરોપીઓ ના જામીન રદ કરવા સરકારપક્ષે માંગ કરી હતી.જેની ગઈકાલે સુનાવણી પુરી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આ જે તા.8મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો.જો કે આજે ઉઘડતી કોર્ટના સમયે જ સરકારપક્ષે  એપીપી એસ.આર.ધાકરેએ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના આરોપીઓના બેલ કેન્સેલેશનની અરજી સંભવિત ચુકાદા પહેલાં જ વીથ ડ્રો કરી હતી.

સરકારપક્ષે આરોપીઓ વિરુધ્ધ ગુનાઈત ફોર્જરીની ઉમેરવામાં આવેલા ગુનામાં આરોપીઓની ધરપકડ કરવા કોર્ટ સમક્ષ કરેલી માંગ મંજુર થતાં ક્રાઈમ બ્રાંચે ત્રણેય આરોપીઓની મોડી સાંજે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.અલબત્ત આરોપીઓના રિમાન્ડની માંગ કર્યા વિના કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કરતા કોર્ટે આરોપીઓને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.જેથી  હવે આગામી દિવસોમાં સેશન્સ ટ્રાયેબલ ગુનાની કલમોમાં જેલમાં મોકલવામાં આવેલા ત્રણેય  આરોપીઓ સેશન્સ કોર્ટમાં જામીન માટે માંગ કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow