મહારાષ્ટ્ર: ટામેટાની ચોરીથી તંગ આવીને ખેડૂતે ખેતરમાં લગાવ્યા CCTV કેમેરા

Image Source: Freepik- અગાઉ ખેડૂતના ખેતરમાંથી  20-25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતાઔરંગાબાદ, તા. 08 ઓગષ્ટ 2023, મંગળવારભાગ્યે જ કોઈકે વિચાર્યું હશે કે, શાકભાજીની દેખરેખ માટે ખેડૂતે ખેતરમાં CCTV લગાવવા પડશે. પરંતુ ટામેટાએ આ વાતને હકીકતમાં ફેરવી દીધી. આજે પણ છૂટક બજારમાં ટામેટાના ભાવ 100 થી 200ની આસપાસ છે. આ દિવસોમાં ખેડૂતો ટામેટાં વેચીને માલામાલ થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ટામેટા ચોરોની પણ દેશમાં કમી નથી. અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં લૂંટેરાઓએ ટામેટા પર હાથ સાફ કરી લીધા છે.જે ખેડૂતો પર ટામેટા છે તેમને એ વાતની ચિંતા છે કે, ક્યાંક તેમના ખેતરમાંથી ટામેટા ચોરાઈ ના જાય. હવે ચોરોને ડામવા માટે ઔરંગાબાદના એક ખેડૂતે પોતાના ખેતરોમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા છે.શરદ રાવટે ટામેટા વેચીને 7 લાખ રૂપિયા કમાઈ શકે છેખેડૂત શરદ રાવટેએ જણાવ્યું કે, તેમના ખેતરમાં ચોરોએ ટામેટાની ચોરી કરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, હાલમાં 22-25 કિલો ટામેટાની એક ક્રેટ 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. એટલા માટે તેઓ પોતાના ટામેટાને સુરક્ષિત રાખવા માંગે છે. રાવતેએ જણાવ્યું કે, તેમનું ખેતર 5 એકરમાં ફેલાયેલું છે અને તેમણે 1.5 એકરમાં ટામેટાં ઉગાડ્યા છે જેનાથી તેમને 6-7 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે. 25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતાતેમણે આગળ કહ્યું કે, લગભગ 10 દિવસ પહેલા ગંગાપુર તાલુકામાં મારા ખેતરમાંથી 20-25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતા. હાલમાં સુરક્ષા માટે મેં 22,000 રૂપિયાનો એક CCTV કેમેરો લગાવી દીધો છે.ખેડૂતે કહ્યું કે કેમેરો સૌર ઉર્જા પર ચાલે છે તેથી મને તેના વીજ પુરવઠાની ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું, હવે હું મારા ખેતરમાં શું થઈ રહ્યું છે તેનું હું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકું છું.

Aug 9, 2023 - 05:04
 0  0
મહારાષ્ટ્ર: ટામેટાની ચોરીથી તંગ આવીને ખેડૂતે ખેતરમાં લગાવ્યા CCTV કેમેરા

Image Source: Freepik

- અગાઉ ખેડૂતના ખેતરમાંથી  20-25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતા

ઔરંગાબાદ, તા. 08 ઓગષ્ટ 2023, મંગળવાર

ભાગ્યે જ કોઈકે વિચાર્યું હશે કે, શાકભાજીની દેખરેખ માટે ખેડૂતે ખેતરમાં CCTV લગાવવા પડશે. પરંતુ ટામેટાએ આ વાતને હકીકતમાં ફેરવી દીધી. આજે પણ છૂટક બજારમાં ટામેટાના ભાવ 100 થી 200ની આસપાસ છે. આ દિવસોમાં ખેડૂતો ટામેટાં વેચીને માલામાલ થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ટામેટા ચોરોની પણ દેશમાં કમી નથી. અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં લૂંટેરાઓએ ટામેટા પર હાથ સાફ કરી લીધા છે.

જે ખેડૂતો પર ટામેટા છે તેમને એ વાતની ચિંતા છે કે, ક્યાંક તેમના ખેતરમાંથી ટામેટા ચોરાઈ ના જાય. હવે ચોરોને ડામવા માટે ઔરંગાબાદના એક ખેડૂતે પોતાના ખેતરોમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા છે.

શરદ રાવટે ટામેટા વેચીને 7 લાખ રૂપિયા કમાઈ શકે છે

ખેડૂત શરદ રાવટેએ જણાવ્યું કે, તેમના ખેતરમાં ચોરોએ ટામેટાની ચોરી કરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, હાલમાં 22-25 કિલો ટામેટાની એક ક્રેટ 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. એટલા માટે તેઓ પોતાના ટામેટાને સુરક્ષિત રાખવા માંગે છે. રાવતેએ જણાવ્યું કે, તેમનું ખેતર 5 એકરમાં ફેલાયેલું છે અને તેમણે 1.5 એકરમાં ટામેટાં ઉગાડ્યા છે જેનાથી તેમને 6-7 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે. 

25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતા

તેમણે આગળ કહ્યું કે, લગભગ 10 દિવસ પહેલા ગંગાપુર તાલુકામાં મારા ખેતરમાંથી 20-25 કિલો ટામેટા ચોરી થઈ ગયા હતા. હાલમાં સુરક્ષા માટે મેં 22,000 રૂપિયાનો એક CCTV કેમેરો લગાવી દીધો છે.

ખેડૂતે કહ્યું કે કેમેરો સૌર ઉર્જા પર ચાલે છે તેથી મને તેના વીજ પુરવઠાની ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું, હવે હું મારા ખેતરમાં શું થઈ રહ્યું છે તેનું હું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકું છું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow