મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી બાદ હડકંપ, મુંબઈ પોલીસે કોલરની કરી ધરપકડ

Image Source: Freepik- મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતોમુંબઈ, તા. 08 ઓગષ્ટ 2023, મંગળવારમહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરેમુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી હતી.Mumbai Police says, "A man has been arrested for making a threat call to Maharashtra Mantralaya last night, stating that there will be a terror attack in a day or two."— ANI (@ANI) August 8, 2023 પોલીસે જણાવ્યું કે, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર આરોપીની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી કોલરની ધરપકડ કરી લેવામાં આવી છે જેનું નામ પ્રકાશ ખિમાની છે. કોલર મુંબઈના કાંદીવલી વિસ્તારનો રહેવાસી છે અને ત્યાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. કોલરે શરાબના નશામાં કોલ કર્યો હોવાની પોલીસને શંકામુંબઈ પોલીસ કોલ કરવાનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે. જોકે, પોલીસને શંકા છે કે, કોલરે શરાબના નશામાં કોલ કર્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે, સોમવારે મોડી રાત્રે આરોપીએ મહરાષ્ટ્ર મંત્રાલયમાં ફોન કરીને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ફોન પર તેણે કહ્યું હતું કે, મુંબઈમાં એક-બે દિવસમાં આતંકવાદી હુમલો થશે. આરોપીની ઉંમર 61 વર્ષની છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Aug 9, 2023 - 05:04
 0  0
મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી બાદ હડકંપ, મુંબઈ પોલીસે કોલરની કરી ધરપકડ

Image Source: Freepik

- મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો

મુંબઈ, તા. 08 ઓગષ્ટ 2023, મંગળવાર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરેમુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું કે, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર આરોપીની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી કોલરની ધરપકડ કરી લેવામાં આવી છે જેનું નામ પ્રકાશ ખિમાની છે. કોલર મુંબઈના કાંદીવલી વિસ્તારનો રહેવાસી છે અને ત્યાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. 

કોલરે શરાબના નશામાં કોલ કર્યો હોવાની પોલીસને શંકા

મુંબઈ પોલીસ કોલ કરવાનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે. જોકે, પોલીસને શંકા છે કે, કોલરે શરાબના નશામાં કોલ કર્યો હતો. 

મુંબઈ પોલીસે જણાવ્યું કે, સોમવારે મોડી રાત્રે આરોપીએ મહરાષ્ટ્ર મંત્રાલયમાં ફોન કરીને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ફોન પર તેણે કહ્યું હતું કે, મુંબઈમાં એક-બે દિવસમાં આતંકવાદી હુમલો થશે. આરોપીની ઉંમર 61 વર્ષની છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow