મેમ્કો પાસે યુવકને નીચે પાડી પાઇપના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો

અમદાવાદ,મંગળવારપૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં નિર્દોષ લોકો ઉપર જીવલેણ હુમલાના બનાવો વધી  રહ્યા છે. ગઇકાલે રાત્રે નરોડા મેમ્કો પાસે જૂની તકરારની અદાવતમાં મારા મારી થઇ હતી જેમાં યુવકને ગળું પકડીને નીચે પાડયા બાદ તેના પાઇપના ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આજ તો તને જીવતો જવા નહી દઇએ જાનથી મારી નાખીશું કહી ગળુ દબાવી લોખંડના પાઇપથી ફટકારી હાથ પગ તોડયાનરોડા મેમ્કો પાસે રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બે દિવસ પહેલા શક્તિનગર લાઇન પાસે મજુરો લેવા માટે ગયા હતા આ સમયે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને ગઇકાલે રાત્રે હુમલો થયો હતો.ફરિયાદી યુવક સોમવારે રાત્રે ૯ વાગે મમ્કો પ્રેમનગર  શકિતનગર લાઇન પાસે હાજર હતા ત્યારે આરોપીઓ યુવક સાથે તકરાર કરી હતી અને ગાળો બોલીને ગળુ પકડીને નીચે પાડી દીધા હતા બાદમાં આરોપીઓએ લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો જેથી યુવકને હાથે તથા પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Aug 9, 2023 - 05:00
 0  1
મેમ્કો પાસે યુવકને નીચે પાડી પાઇપના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં નિર્દોષ લોકો ઉપર જીવલેણ હુમલાના બનાવો વધી  રહ્યા છે. ગઇકાલે રાત્રે નરોડા મેમ્કો પાસે જૂની તકરારની અદાવતમાં મારા મારી થઇ હતી જેમાં યુવકને ગળું પકડીને નીચે પાડયા બાદ તેના પાઇપના ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજ તો તને જીવતો જવા નહી દઇએ જાનથી મારી નાખીશું કહી ગળુ દબાવી લોખંડના પાઇપથી ફટકારી હાથ પગ તોડયા

નરોડા મેમ્કો પાસે રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બે દિવસ પહેલા શક્તિનગર લાઇન પાસે મજુરો લેવા માટે ગયા હતા આ સમયે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને ગઇકાલે રાત્રે હુમલો થયો હતો.

ફરિયાદી યુવક સોમવારે રાત્રે ૯ વાગે મમ્કો પ્રેમનગર  શકિતનગર લાઇન પાસે હાજર હતા ત્યારે આરોપીઓ યુવક સાથે તકરાર કરી હતી અને ગાળો બોલીને ગળુ પકડીને નીચે પાડી દીધા હતા બાદમાં આરોપીઓએ લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો જેથી યુવકને હાથે તથા પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow