મ્યુનિ.ની વોર્ડ નં.20 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય

- ભાજપ, કોગ્રેસને બાદ કરતા આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો તેમજ 18 અપક્ષો મળી 22 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ                સુરતસુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.૨૦ ની પેટા ચૂંટણીમાં નિરસ મતદાન થયુ હોવાછતા ભાજપના ઉમેદવાર રાજેશ રાણાનો ૬૪૯૩ મતે વિજય થયો હતો. જયારે કોગ્રેસના ઉમેદવારને બાદ કરતા આમ આદમી પાર્ટી તેમજ અન્ય રાજકીય પક્ષો અને ૧૮ અપક્ષો મળીને ૨૨ ની ડિપોઝીટ ડુલ થઇ હતી.સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.૨૦ ની પેટા ચૂંટણીમાં સૌથી નિરસ મતદાન ૨૪.૧૭ ટકા થયા બાદ આજે ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી શરૃ થઇ હતી. મતગણતરી દરમ્યાન પ્રથમ ત્રણ રાઉન્ડમાં કોગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકા ભાજપના ઉમેદવાર કરતા આગળ હતા. પરંતુ ત્યારબાદ ૧૦ રાઉન્ડ સુધી મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા.મતગણતરીના અંગે  કોગ્રેસના શૈલેષ રાયકાને ૮૨૬૮ તેમજ ભાજપના ઉમેદવાર રાજેશ રાણાને ૧૪૭૬૧ મતો મળતા ભાજપના ઉમેદવારનો ૬૪૯૩ મતે વિજય થયો હતો. આ ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પસીયાવાલાને ૨૦૪૭ મતો મળતા તેમની ડિપોઝીટ ડુલ થઇ હતી. આ ઉપરાંત નેશનાલીસ્ટ કોગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તેમજ ૧૮ અપક્ષો મળીને કુલ ૨૨ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હતી. 476  મતદારોએ નોટા પસંદ કર્યું  પાલિકાની ચૂંટણીમાં જે મતદાન થયુ હતુ. તેમાંથી દોઢ ટકા મતદારોએ ભાજપ, કોગ્રેસ, આપ કે અન્ય પાર્ટી કે અપક્ષને મતો આપવાના બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી ૪૭૬ મતો નોટાને મળ્યા હતા.

Aug 9, 2023 - 05:03
 0  1
મ્યુનિ.ની વોર્ડ નં.20 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય


- ભાજપકોગ્રેસને બાદ કરતા આમ આદમી પાર્ટીઅન્ય પક્ષો તેમજ 18 અપક્ષો મળી 22 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

                સુરત

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.૨૦ ની પેટા ચૂંટણીમાં નિરસ મતદાન થયુ હોવાછતા ભાજપના ઉમેદવાર રાજેશ રાણાનો ૬૪૯૩ મતે વિજય થયો હતો. જયારે કોગ્રેસના ઉમેદવારને બાદ કરતા આમ આદમી પાર્ટી તેમજ અન્ય રાજકીય પક્ષો અને ૧૮ અપક્ષો મળીને ૨૨ ની ડિપોઝીટ ડુલ થઇ હતી.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.૨૦ ની પેટા ચૂંટણીમાં સૌથી નિરસ મતદાન ૨૪.૧૭ ટકા થયા બાદ આજે ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી શરૃ થઇ હતી. મતગણતરી દરમ્યાન પ્રથમ ત્રણ રાઉન્ડમાં કોગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકા ભાજપના ઉમેદવાર કરતા આગળ હતા. પરંતુ ત્યારબાદ ૧૦ રાઉન્ડ સુધી મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા.

મતગણતરીના અંગે  કોગ્રેસના શૈલેષ રાયકાને ૮૨૬૮ તેમજ ભાજપના ઉમેદવાર રાજેશ રાણાને ૧૪૭૬૧ મતો મળતા ભાજપના ઉમેદવારનો ૬૪૯૩ મતે વિજય થયો હતો. આ ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પસીયાવાલાને ૨૦૪૭ મતો મળતા તેમની ડિપોઝીટ ડુલ થઇ હતી. આ ઉપરાંત નેશનાલીસ્ટ કોગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તેમજ ૧૮ અપક્ષો મળીને કુલ ૨૨ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હતી.

476  મતદારોએ નોટા પસંદ કર્યું 

પાલિકાની ચૂંટણીમાં જે મતદાન થયુ હતુ. તેમાંથી દોઢ ટકા મતદારોએ ભાજપ, કોગ્રેસ, આપ કે અન્ય પાર્ટી કે અપક્ષને મતો આપવાના બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી ૪૭૬ મતો નોટાને મળ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow