યુકેમાં દેખાયોલો કોવિડનો એરિસ વેરિએન્ટ મહારાષ્ટ્રમાં બે માસથી મોજૂદ

રાજ્યમાં કોરોના કેસોમાં વધારા માટે કારણભૂત જણાયો31 જુલાઇએ એરિસને કોરોના વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરાયો તે પહેલાં મહારાષ્ટ્રમાં મોજૂદ હોવાનુ જીનોમ સિકવન્સિંગમાં કન્ફર્મમુંબઇ :  યુકેમાં  હવે  કોરાનાના વેરિઅન્ટ ઇજી.૫.૧ ઍટલે કે એરિસના સાત નવા કેસો નોંધાયા હોવાનું ધ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી-યુકેએચએસએ- દ્વારા જણાવવામાં આવ્યું હોવાના પગલે કોરોના મહામારી ફરી રાજ્યમાં ઉથલો ન મારે તે માટે મહારાષ્ટ્રમાં તંત્ર સાબદું બની ગયું છે.મહારાષ્ટ્રમાં ઈજી.૫.૧ ને મે મહિનામાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. હાલ કોરોનાના કેસો રાજ્યમાં વધી રહ્યા હોવાથી તંત્ર સાબદું  બની ગયું છે. પૂણેેના ડો. રાજેશ કાર્યકર્તે જે પૂણેની જિનોમ સિકવન્સિંગના કોઓર્ડિનેટર પણ છે તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં આ વેરિઅન્ટને ઓળખી કાઢવામાં આવ્યો હતો પણ જુન-જુલાઇમા તેના કેસોમાં કોઇ વધારો જણાયો નહોતો. રાજ્યમાં એક્સબીબી.૧.૧૬ અને એક્સબીબી.૨.૩ જ હજી પ્રભાવી સબવેરિએન્ટ છે. રાજ્યના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર જુલાઇમાં રાજ્યમાં કોરોનાના ૭૦ કેસો હતા તે છ ઓગસ્ટે વધીને ૧૦૯ થયા હોવાનું જણાયું હતું. મુંબઇમાં હાલ સૌથી વધારે ૪૩ એક્ટિવ કોરોના કેસ છે. બીજા ક્રમે પૂણેમાં ૩૪ અને ત્રીજા ક્રમે  થાણેમાં ૨૫ કેસો એક્ટિવ છે.  તાજાઆંકડાઓ અનુસાર યુકેમાં ૧૪.૬ ટકા કેસો એરિસ વેરિઅન્ટના હોવાનું જણાયું છે. જેને પગલે રાજ્યના આરોગ્ય નિષ્ણાતોએ પણ સાવચેતીના પગલાં તરીકે સ્થિતિ પર નજર રાખવાની શરૃ કરી છે.જુનથી સપ્ટેમ્બર દરમ્યાન સામાન્ય રીતે રાજ્યમાં શ્વાસોચ્છવાસની બિમારીઓના કેસો વધે છે. તેથી જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં કોરોનાના કેસોમાં સહેજ વધારો થતાં આરોગ્ય નિષ્ણાતો ચિંતિત બની ગયા છે.   

Aug 9, 2023 - 05:04
 0  0
યુકેમાં દેખાયોલો કોવિડનો એરિસ વેરિએન્ટ મહારાષ્ટ્રમાં બે માસથી મોજૂદ


રાજ્યમાં કોરોના કેસોમાં વધારા માટે કારણભૂત જણાયો

31 જુલાઇએ એરિસને કોરોના વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરાયો તે પહેલાં મહારાષ્ટ્રમાં મોજૂદ હોવાનુ જીનોમ સિકવન્સિંગમાં કન્ફર્મ

મુંબઇ :  યુકેમાં  હવે  કોરાનાના વેરિઅન્ટ ઇજી.૫.૧ ઍટલે કે એરિસના સાત નવા કેસો નોંધાયા હોવાનું ધ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી-યુકેએચએસએ- દ્વારા જણાવવામાં આવ્યું હોવાના પગલે કોરોના મહામારી ફરી રાજ્યમાં ઉથલો ન મારે તે માટે મહારાષ્ટ્રમાં તંત્ર સાબદું બની ગયું છે.મહારાષ્ટ્રમાં ઈજી.૫.૧ ને મે મહિનામાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. હાલ કોરોનાના કેસો રાજ્યમાં વધી રહ્યા હોવાથી તંત્ર સાબદું  બની ગયું છે. 

પૂણેેના ડો. રાજેશ કાર્યકર્તે જે પૂણેની જિનોમ સિકવન્સિંગના કોઓર્ડિનેટર પણ છે તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં આ વેરિઅન્ટને ઓળખી કાઢવામાં આવ્યો હતો પણ જુન-જુલાઇમા તેના કેસોમાં કોઇ વધારો જણાયો નહોતો. રાજ્યમાં એક્સબીબી.૧.૧૬ અને એક્સબીબી.૨.૩ જ હજી પ્રભાવી સબવેરિએન્ટ છે. 

રાજ્યના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર જુલાઇમાં રાજ્યમાં કોરોનાના ૭૦ કેસો હતા તે છ ઓગસ્ટે વધીને ૧૦૯ થયા હોવાનું જણાયું હતું. મુંબઇમાં હાલ સૌથી વધારે ૪૩ એક્ટિવ કોરોના કેસ છે. બીજા ક્રમે પૂણેમાં ૩૪ અને ત્રીજા ક્રમે  થાણેમાં ૨૫ કેસો એક્ટિવ છે.  તાજાઆંકડાઓ અનુસાર યુકેમાં ૧૪.૬ ટકા કેસો એરિસ વેરિઅન્ટના હોવાનું જણાયું છે. જેને પગલે રાજ્યના આરોગ્ય નિષ્ણાતોએ પણ સાવચેતીના પગલાં તરીકે સ્થિતિ પર નજર રાખવાની શરૃ કરી છે.

જુનથી સપ્ટેમ્બર દરમ્યાન સામાન્ય રીતે રાજ્યમાં શ્વાસોચ્છવાસની બિમારીઓના કેસો વધે છે. તેથી જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં કોરોનાના કેસોમાં સહેજ વધારો થતાં આરોગ્ય નિષ્ણાતો ચિંતિત બની ગયા છે.   


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow