રામોલ,ચિલોડાથી ૪૦ લાખના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત આઠ પકડાયા

અમદાવાદ,મંગળવારગાંધીના ગુજરાતમાં દારુબંધી અમલમાં છે ત્યારે દારુ તો ઠીક હવે ડ્રગ્સ પણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. જેના કારણે  ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે  અને યુવાપેઢીને બરબાદ કરવા મેદાને પડયા છે. એક તરફ સરકાર દ્વારા હવે ડ્રગ્સ માફિયાની ખેરનથી તેવી બડાઇ હાંકવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ રામોલ અને ચિલોડામાંથી રૃા. ૪૦ લાખના ડ્રગ્સનો જથ્થો પકડાતા પોલીસ કેટલી સતર્ક છે એ વાતની પોલ ખુલ્લી પડી છે.સીટીએમ નાકા પાસે કાર રોકતા મહિલાએ આંતર વસ્ત્રમાં છૂપાવેલું પડીકું  ફેંક્યું ચેક કરતા ૩૭.૬૬ લાખનું ડ્રગ્સ પકડાયુંરામોલ પોલીસ સ્ટેશના પીઆઇ સી.આર.રાણાના જણાવ્યા મુજબ  ગઇકાલે રાત્રે પોલીસ વાહનચેકિંગ કરતી હતી આ સમયે સીટીએમ એક્ષપ્રેસ હાઇવ પરથી પસાર થતી મહારાષ્ટ્ર પાસિંગની કારને રોકી હતી જેમાં કારમાંથી  મુંબઇમાં રહેતા અયુબ  ઇબ્રાહીમ કુરેશી તથા સહેજાદી નુર ઇસ્લામ  શેખ તેમજ અયુબખાન નવાઝખાન ખાન સામેલ હતા. પોલીસે કાર રોકતાની સાથે મહિલાએ તેના આંતર વસ્ત્રમાં છુપાવેલું પડીકું કારની પાછળની સીટમાં ફેેક્યું હતું. જેથી પોલીસનેશંકા જતાં પડીકું ે ચેક કરતા તેમાંથી રૃા. ૩૭.૬૬ લાખની  કિંમતનું ૩૭૬ ગ્રામ ૬૦૦ મીલી ગ્રામ મેફેડ્રોેન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં આરોપીઓ મુળ મુબઇ ખાતે રહેતા અને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યા હતા આરોપી અયુબ કુરેશીએ મહિલાએ લાલચ આપી હતી તે અમદાવાદ ખાતે ડ્રગ્સ લઇને સાથે આવશે તો મુબઇ ખાતે જેલમાં સજા ભોગવી રહેલા તેના પતિને છોડાવવી આપશે. જોકે પોલીસે તપાસ કરતાં તેનો પતિ પણ ડ્રગ્સના ગુનામાં જેલમાં જેલમાં ગયો હતો.બીજા બનાવમાં એસોજી ક્રાઇમ બ્રાંચની  ટીમે ચોક્કસ બાતમી આધાર નાના ચિલોડા વિસ્તારમાં શીખર એવન્યું પાસેથી રિક્ષા પકડી હતી અને તેમાંથી સરખેજ મકરબા રોડ પર હાજીજમાલનગર સોસાયટીમાં રહેતા કાઝીમઅલી  ઉર્ફે વસીમ યુનુસઅલી સૈયદ સહિત પાંચ લોકોને પકડયા હતા તેમની તલાસી લેતા  તેમની પાસેથી  રૃા.૩,૧૬,૪૦૦ ની કિંમતનો ૩૧ ગ્રામ ૬૪૦ મીલી ગ્રામ મેફડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે બન્ને કેસમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કેોને સપ્લાય કરવાના હતા તે સહિતની તપાસ હાથ  ધરી છે.

Aug 9, 2023 - 05:00
 0  0
રામોલ,ચિલોડાથી ૪૦ લાખના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત આઠ પકડાયા

અમદાવાદ,મંગળવાર

ગાંધીના ગુજરાતમાં દારુબંધી અમલમાં છે ત્યારે દારુ તો ઠીક હવે ડ્રગ્સ પણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. જેના કારણે  ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે  અને યુવાપેઢીને બરબાદ કરવા મેદાને પડયા છે. એક તરફ સરકાર દ્વારા હવે ડ્રગ્સ માફિયાની ખેરનથી તેવી બડાઇ હાંકવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ રામોલ અને ચિલોડામાંથી રૃા. ૪૦ લાખના ડ્રગ્સનો જથ્થો પકડાતા પોલીસ કેટલી સતર્ક છે એ વાતની પોલ ખુલ્લી પડી છે.

સીટીએમ નાકા પાસે કાર રોકતા મહિલાએ આંતર વસ્ત્રમાં છૂપાવેલું પડીકું  ફેંક્યું ચેક કરતા ૩૭.૬૬ લાખનું ડ્રગ્સ પકડાયું

રામોલ પોલીસ સ્ટેશના પીઆઇ સી.આર.રાણાના જણાવ્યા મુજબ  ગઇકાલે રાત્રે પોલીસ વાહનચેકિંગ કરતી હતી આ સમયે સીટીએમ એક્ષપ્રેસ હાઇવ પરથી પસાર થતી મહારાષ્ટ્ર પાસિંગની કારને રોકી હતી જેમાં કારમાંથી  મુંબઇમાં રહેતા અયુબ  ઇબ્રાહીમ કુરેશી તથા સહેજાદી નુર ઇસ્લામ  શેખ તેમજ અયુબખાન નવાઝખાન ખાન સામેલ હતા. પોલીસે કાર રોકતાની સાથે મહિલાએ તેના આંતર વસ્ત્રમાં છુપાવેલું પડીકું કારની પાછળની સીટમાં ફેેક્યું હતું. જેથી પોલીસનેશંકા જતાં પડીકું ે ચેક કરતા તેમાંથી રૃા. ૩૭.૬૬ લાખની  કિંમતનું ૩૭૬ ગ્રામ ૬૦૦ મીલી ગ્રામ મેફેડ્રોેન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપીઓ મુળ મુબઇ ખાતે રહેતા અને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યા હતા આરોપી અયુબ કુરેશીએ મહિલાએ લાલચ આપી હતી તે અમદાવાદ ખાતે ડ્રગ્સ લઇને સાથે આવશે તો મુબઇ ખાતે જેલમાં સજા ભોગવી રહેલા તેના પતિને છોડાવવી આપશે. જોકે પોલીસે તપાસ કરતાં તેનો પતિ પણ ડ્રગ્સના ગુનામાં જેલમાં જેલમાં ગયો હતો.

બીજા બનાવમાં એસોજી ક્રાઇમ બ્રાંચની  ટીમે ચોક્કસ બાતમી આધાર નાના ચિલોડા વિસ્તારમાં શીખર એવન્યું પાસેથી રિક્ષા પકડી હતી અને તેમાંથી સરખેજ મકરબા રોડ પર હાજીજમાલનગર સોસાયટીમાં રહેતા કાઝીમઅલી  ઉર્ફે વસીમ યુનુસઅલી સૈયદ સહિત પાંચ લોકોને પકડયા હતા તેમની તલાસી લેતા  તેમની પાસેથી  રૃા.૩,૧૬,૪૦૦ ની કિંમતનો ૩૧ ગ્રામ ૬૪૦ મીલી ગ્રામ મેફડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે બન્ને કેસમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કેોને સપ્લાય કરવાના હતા તે સહિતની તપાસ હાથ  ધરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow