રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' આ વખતે ગુજરાતથી મેઘાલય જશે, કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટુંક સમયમાં જ શરૂ કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલે દ્વારા આપવામાં આવેલી સંક્ષિપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે આયોજિત કરાશે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. મળતી માહિતી અનુસાર, પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રા 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. 

Aug 9, 2023 - 05:10
 0  1
રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' આ વખતે ગુજરાતથી મેઘાલય જશે, કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટુંક સમયમાં જ શરૂ કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલે દ્વારા આપવામાં આવેલી સંક્ષિપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે આયોજિત કરાશે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. મળતી માહિતી અનુસાર, પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રા 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow