વડોદરાની મહિલા અને આણંદના યુવકે નકલી ડિગ્રીથી વિઝા મેળવ્યા

મુંબઇ એરપોર્ટ પર માઇગ્રન્ટ વિઝા રેકેટનો પર્દાફાશમુંબઈથી દુબઈ થઈ યુકે જઈ રહ્યાં હતાં, ડિગ્રી સર્ટિ. વિશે સંતોષકારક જવાબ ન આપી શકતાં ઈમીગ્રેશન અધિકારીને શંકા ગઈમુંબઇ :  બનાવટી ડિગ્રી પ્રમાણપત્રોના આધારે વિઝા મેળવી મુંબઇ એરપોર્ટ પરથી યુકે જઇ રહેલા વડોદરાની ચાલબાઝ મહિલા અને આણંદનો યુવક પકડાઇ ગયા હતા. સહાર પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.સહાર પોલીસે ઈમીગ્રેશન અધિકારી આશિષકુમાર શ્રીવાસ્તવની ફરિયાદને આધારે વડોદરાના ડભોઇ  તાલુકાના મંડાલા માધવદાસ ખડકીમાં રહેતી ગૌરીબેન બ્રિજેશકુમાર પટેલ અને આણંદ સ્થિત ઉમરેઠ  તાલુકાના ભાલેજ, મોટી વસઇના રહેવાસી કૃષ્ણકુમાર કલ્પેશકુમાર પટેલ સામે કલમ ૩૪,૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ હેઠળ કેસ દાખલ કર્યો છે.ફરિયાદી મુંબઇમાં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર ફરજ બજાવી રહ્યા હતા.  ૩૦ વર્ષીય આરોપી ગૌરીબેન મુંબઇથી દુબઇ અને ત્યાંથી લંડન (યુકે) જઇ રહી હતી તેના પાસપોર્ટની તપાસણી કરવામાં આવી હતી. તેની પાસે યુકેના સ્કીલ્ડ વર્કર વાઇગ્રન્ટ વિઝા હતા. તેના યુકે જવા પાછળનો હેતુ અને કયા આધારે વિઝા મેળવ્યા એની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે સંતોષકારક માહિતી આપી શકી નહોતી. આરોપી મહિલાની શૈક્ષણિક લાયકાતની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે બી.ટેક ડિગ્રીનું પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું. તેની પાસે પારુલ ઇન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી વાઘોડિયા, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રીનું પ્રમાણપત્ર હતું.ફરિયાદી શ્રીવાસ્તવને આ પ્રમાણપત્ર પર શંકા ગઇ હતી. આ તેણે બીટેક ડિગ્રી વિશે પૂછપરછ કરી પણ તે સંતોષજનક જવાબ આપી શકી નહોતી. દરમિયાન આણંદના ૨૨ વર્ષીય પ્રવાસી કૃષ્ણકુમાર પટેલ પણ સ્કીલ્ડ વર્કર માઇગ્રન્ટ વિઝા પર યુકે જઇ રહ્યો હતો. તે પણ યુકે જવા પાછળનો હેતુ અને માઇગ્રન્ટ વિઝા બાબતે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. તેણે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ બેચલર ઓફ કોમર્સની ડિગ્રીનું પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું. આ સર્ટીફિકેટને લઇને પણ શંકા ગઇ હતી. પછી બંને  પ્રવાસીને તાબામાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમણે બનાવટી  ડિગ્રી પ્રમાણપત્રોના  આધારે વિઝા મેળવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

Aug 9, 2023 - 05:04
 0  1
વડોદરાની મહિલા અને આણંદના યુવકે નકલી ડિગ્રીથી વિઝા મેળવ્યા


મુંબઇ એરપોર્ટ પર માઇગ્રન્ટ વિઝા રેકેટનો પર્દાફાશ

મુંબઈથી દુબઈ થઈ યુકે જઈ રહ્યાં હતાં, ડિગ્રી સર્ટિ. વિશે સંતોષકારક જવાબ ન આપી શકતાં ઈમીગ્રેશન અધિકારીને શંકા ગઈ

મુંબઇ :  બનાવટી ડિગ્રી પ્રમાણપત્રોના આધારે વિઝા મેળવી મુંબઇ એરપોર્ટ પરથી યુકે જઇ રહેલા વડોદરાની ચાલબાઝ મહિલા અને આણંદનો યુવક પકડાઇ ગયા હતા. સહાર પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

સહાર પોલીસે ઈમીગ્રેશન અધિકારી આશિષકુમાર શ્રીવાસ્તવની ફરિયાદને આધારે વડોદરાના ડભોઇ  તાલુકાના મંડાલા માધવદાસ ખડકીમાં રહેતી ગૌરીબેન બ્રિજેશકુમાર પટેલ અને આણંદ સ્થિત ઉમરેઠ  તાલુકાના ભાલેજ, મોટી વસઇના રહેવાસી કૃષ્ણકુમાર કલ્પેશકુમાર પટેલ સામે કલમ ૩૪,૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ હેઠળ કેસ દાખલ કર્યો છે.

ફરિયાદી મુંબઇમાં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર ફરજ બજાવી રહ્યા હતા.  ૩૦ વર્ષીય આરોપી ગૌરીબેન મુંબઇથી દુબઇ અને ત્યાંથી લંડન (યુકે) જઇ રહી હતી તેના પાસપોર્ટની તપાસણી કરવામાં આવી હતી. તેની પાસે યુકેના સ્કીલ્ડ વર્કર વાઇગ્રન્ટ વિઝા હતા. તેના યુકે જવા પાછળનો હેતુ અને કયા આધારે વિઝા મેળવ્યા એની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે સંતોષકારક માહિતી આપી શકી નહોતી. આરોપી મહિલાની શૈક્ષણિક લાયકાતની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે બી.ટેક ડિગ્રીનું પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું. તેની પાસે પારુલ ઇન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી વાઘોડિયા, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રીનું પ્રમાણપત્ર હતું.

ફરિયાદી શ્રીવાસ્તવને આ પ્રમાણપત્ર પર શંકા ગઇ હતી. આ તેણે બીટેક ડિગ્રી વિશે પૂછપરછ કરી પણ તે સંતોષજનક જવાબ આપી શકી નહોતી. દરમિયાન આણંદના ૨૨ વર્ષીય પ્રવાસી કૃષ્ણકુમાર પટેલ પણ સ્કીલ્ડ વર્કર માઇગ્રન્ટ વિઝા પર યુકે જઇ રહ્યો હતો. તે પણ યુકે જવા પાછળનો હેતુ અને માઇગ્રન્ટ વિઝા બાબતે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. તેણે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ બેચલર ઓફ કોમર્સની ડિગ્રીનું પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું. 

આ સર્ટીફિકેટને લઇને પણ શંકા ગઇ હતી. પછી બંને  પ્રવાસીને તાબામાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમણે બનાવટી  ડિગ્રી પ્રમાણપત્રોના  આધારે વિઝા મેળવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow