વિરારમાં નકલી દસ્તાવેજોનો આધારે બાંધકામ પ્રોજેક્ટની નોંધણીનું કૌભાંડ

પાંચ આરોપીઓ દ્વારા 40  લોકોને પ્રોપર્ટી વેચી પણ દેવાઈજુદી જુદી સરકારી ઓફિસોના નકલી સિક્કા, રબ્બર સ્ટેમ્પ તથા લેટરપેડનો જંગી જથ્થો અને ફાઈલો જપ્ત મુંબઇ :  વિરારમાં બાંધકામ પ્રોજેક્ટની નોંધણી કરાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ અને ઉચ્ચ અધિકારીઓની નકલી સહી કરવાના રેકેટમાં  પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (વિરાર) રામચંદ્ર દેશમુખે જમાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે થાણે અને પાલઘર જિલ્લાના કલેકટર, ટાઉન ડેવલપમેન્ટના ડેપ્યુટી ડાયરેકટર અને સિવિક બોડીના અધિકારીઓની  નકલી  સહીઓ કરી હતી. આ ઇમારતોની નોંધણી કરાવવા માટે બનાવટી રબર સ્ટેમ્પ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.આ ટોળકીએ વિરાર-વસઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં બાંધકામ કર્યું હતું અને રજીસ્ટ્રેશન  ઓફિસર ૪૦ ઘર ખરીદનારાઓની એગ્રીમેન્ટ રજીસ્ટર કર્યા હતા.પોલીસે અગાઉ જુદી જુદી કલમ હેઠળ દિલીપ બેનવંશી, મચ્છીન્દ્ર વનમાને, દિલીપ અડખેલે, પ્રશાંત પાટીલ તેમજ સ્ટેમ્પ બનાવનારા રાજેશ નાઇક સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે દરોડા પાડીને આરોપી પાસેથી કલેકટર, ડેપ્યુટી કલેકટર, સરપંચ, આર્કિટેક્ટ, વકીલ વગેરેના ૯૩ બનાવટી સ્ટેમ્પ, વિવિધ ડેવલપમેન્ટ અને આર્કિટેક્સના ૨૨ બનાવટી રબર સ્ટેમ્પ, પાલિકાના ૬૦૦ લેટર પેડ, સિડકોના ૫૦૦ લેટર પેડ તેમજ ઇમારતોની બનાવટી દસ્તાવેજોની ૫૫ ફાઇલો મળી આવી હતી.વિરારમાં એક અનધિકૃત બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજોના આધારે રેરાની નોંધણી કરાઇ હતી. પાલિકાએ ઇમારત સીલ કરી હતી. પરંતુ સીલ તોડીને લોકોને રહેવા આપવામાં આવી હતી. આ મામલે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે ફરિયાદ કરી હતી. પછી તપાસ કરતા રેકેટની જાણ થઇ હતી. અત્યારસુધીમાં આ રીતે પંચાવન અનધિકૃત બિલ્ડિંગ  બાંધવામાં આવી હોવાનું કહેવાય છે.

Aug 9, 2023 - 05:04
 0  2
વિરારમાં નકલી દસ્તાવેજોનો આધારે બાંધકામ પ્રોજેક્ટની નોંધણીનું કૌભાંડ


પાંચ આરોપીઓ દ્વારા 40  લોકોને પ્રોપર્ટી વેચી પણ દેવાઈ

જુદી જુદી સરકારી ઓફિસોના નકલી સિક્કા, રબ્બર સ્ટેમ્પ તથા લેટરપેડનો જંગી જથ્થો અને ફાઈલો જપ્ત 

મુંબઇ :  વિરારમાં બાંધકામ પ્રોજેક્ટની નોંધણી કરાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ અને ઉચ્ચ અધિકારીઓની નકલી સહી કરવાના રેકેટમાં  પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (વિરાર) રામચંદ્ર દેશમુખે જમાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે થાણે અને પાલઘર જિલ્લાના કલેકટર, ટાઉન ડેવલપમેન્ટના ડેપ્યુટી ડાયરેકટર અને સિવિક બોડીના અધિકારીઓની  નકલી  સહીઓ કરી હતી. આ ઇમારતોની નોંધણી કરાવવા માટે બનાવટી રબર સ્ટેમ્પ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

આ ટોળકીએ વિરાર-વસઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં બાંધકામ કર્યું હતું અને રજીસ્ટ્રેશન  ઓફિસર ૪૦ ઘર ખરીદનારાઓની એગ્રીમેન્ટ રજીસ્ટર કર્યા હતા.

પોલીસે અગાઉ જુદી જુદી કલમ હેઠળ દિલીપ બેનવંશી, મચ્છીન્દ્ર વનમાને, દિલીપ અડખેલે, પ્રશાંત પાટીલ તેમજ સ્ટેમ્પ બનાવનારા રાજેશ નાઇક સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે દરોડા પાડીને આરોપી પાસેથી કલેકટર, ડેપ્યુટી કલેકટર, સરપંચ, આર્કિટેક્ટ, વકીલ વગેરેના ૯૩ બનાવટી સ્ટેમ્પ, વિવિધ ડેવલપમેન્ટ અને આર્કિટેક્સના ૨૨ બનાવટી રબર સ્ટેમ્પ, પાલિકાના ૬૦૦ લેટર પેડ, સિડકોના ૫૦૦ લેટર પેડ તેમજ ઇમારતોની બનાવટી દસ્તાવેજોની ૫૫ ફાઇલો મળી આવી હતી.

વિરારમાં એક અનધિકૃત બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજોના આધારે રેરાની નોંધણી કરાઇ હતી. પાલિકાએ ઇમારત સીલ કરી હતી. પરંતુ સીલ તોડીને લોકોને રહેવા આપવામાં આવી હતી. આ મામલે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે ફરિયાદ કરી હતી. પછી તપાસ કરતા રેકેટની જાણ થઇ હતી. અત્યારસુધીમાં આ રીતે પંચાવન અનધિકૃત બિલ્ડિંગ  બાંધવામાં આવી હોવાનું કહેવાય છે.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow