સિવિલમાં સર્વર ડાઉનઃ કેસ પેપર હાથથી લખીને કાઢવા પડતા દર્દીઓની લાંબી કતાર લાગી

- અકળાયેલા દર્દીઓ અને સબંધીઓની સ્ટાફ સાથે રકઝકઃ ઓપરેટીંગ સિસ્ટમ જુની હોવાથી વારંવાર ખોટકાઇ જાય છે સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં આજે સોમવારે દિવસ દરમિયાન અવર નવર સર્વર ડાઉન રહેવાના લીધે કેસ પેપરની બારી પર કેસ પેપર મોડા નીકળતા દર્દીઓ અને તેના સંબંધીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૦૦૦થી વધુ દર્દીઓ વિવિધ તકલીફની સારવાર માટે આવે છે. જોકે દર્દીઓએ સારવાર પહેલા કેસ બારી પર કેસ પેપર કઢાવીને જે તે ઓપીડીમાં નિદાન કે સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તેવા સમયે આજે સોમવારે દિવસ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં તમામ કેસ બારીઓ પર સર્વર ડાઉનને લીધે કોમ્પ્યુટર ઉપરથી કેસ પેપર મોડા નીકળતા હતા. જોકે થોડા સમય માટે તો કોમ્પ્યુટર માંથી કેસ પેપર નીકળતા બંધ થઇ ગયા હતા. બાદમાં ફરી કેસ પેપર પર નીકળતા હતા. અવર નવર સર્વર ડાઉન થવાના લીધે કેસ પેપર કઢાવવા માટે લાઈનમાં ઉભેલા દર્દીઓ અને તેમના સંબંધીઓએ લાંબી લાઈનો લાગી ગઈ હતી. જયારે સર્વર ડાઉન થાય તો કર્મચારીઓ કેસ પેપર હાથથી લખીને કેસ પેપર કાઢતા હતા. આ સાથે જુની બિલ્ડીંગમાં કેસ બારી પર અધિકારીને સુચના પછી હાથથી લખીને કેસ પેપેર કાઢવામાં આવ્યા હતા. જેના લીધે દર્દી સહિતનાઓને તકલીફ પડી હતી. એટલુ જ નહી પણ કેસ કઢાવવા દર્દી સહિતનાઓ સાથે કર્મચારીઓની રકઝક પણ થઇ હતી. નોધનીય છે કે નવી સિવિલમા ઓપરેટિંગ સિસ્ટમ જૂની છે. જોકે જૂનું સોફ્ટવેર સિસ્ટમ વારંવાર બંધ થઈ જાય છે. જોકે આ સિસ્ટમનું લાયસન્સ મળી શકે તેમ નથી અને નવી ઓપરેટિંગ સિસ્ટમ પર જી એચ એમ આઈ એસ પ્રોગ્રામ સપોર્ટ કરતું નથી. જેના લીધે ભારત સરકારની આઈ હોસ્પિટલ સાથે નવી સિવિલનું જોડાણ કરવામાં આવશે. આવા સંજોગોમાં નર્સિગ સ્ટાફ, ડોકટર સહિતના દાખલ દર્દી, રજા આપવી સહિતની માહિતી અંગે ઓપરેટીંગ કરવાની ફરજ પડી શકે ? આવી પરિસ્થિતિના લીધે ૩૦ ઓપરેટરની માંગણી કરવા આવી છે. જોકે દર્દીઓને તકલીફ નહી પડે તે માટે અને કામગીરી નહી ખોરવાઇ તે માટે હાલમાં ૧૦ ઓપરેટરોની ભરતી કરવામા આવશે. એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ હતું. 

Aug 9, 2023 - 05:03
 0  2
સિવિલમાં સર્વર ડાઉનઃ કેસ પેપર હાથથી લખીને કાઢવા પડતા દર્દીઓની લાંબી કતાર લાગી


- અકળાયેલા દર્દીઓ અને સબંધીઓની સ્ટાફ સાથે રકઝકઃ ઓપરેટીંગ સિસ્ટમ જુની હોવાથી વારંવાર ખોટકાઇ જાય છે

 સુરત :

નવી સિવિલ હોસ્પિટલમાં આજે સોમવારે દિવસ દરમિયાન અવર નવર સર્વર ડાઉન રહેવાના લીધે કેસ પેપરની બારી પર કેસ પેપર મોડા નીકળતા દર્દીઓ અને તેના સંબંધીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૦૦૦થી વધુ દર્દીઓ વિવિધ તકલીફની સારવાર માટે આવે છે. જોકે દર્દીઓએ સારવાર પહેલા કેસ બારી પર કેસ પેપર કઢાવીને જે તે ઓપીડીમાં નિદાન કે સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તેવા સમયે આજે સોમવારે દિવસ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં તમામ કેસ બારીઓ પર સર્વર ડાઉનને લીધે કોમ્પ્યુટર ઉપરથી કેસ પેપર મોડા નીકળતા હતા. જોકે થોડા સમય માટે તો કોમ્પ્યુટર માંથી કેસ પેપર નીકળતા બંધ થઇ ગયા હતા. બાદમાં ફરી કેસ પેપર પર નીકળતા હતા. અવર નવર સર્વર ડાઉન થવાના લીધે કેસ પેપર કઢાવવા માટે લાઈનમાં ઉભેલા દર્દીઓ અને તેમના સંબંધીઓએ લાંબી લાઈનો લાગી ગઈ હતી. જયારે સર્વર ડાઉન થાય તો કર્મચારીઓ કેસ પેપર હાથથી લખીને કેસ પેપર કાઢતા હતા. આ સાથે જુની બિલ્ડીંગમાં કેસ બારી પર અધિકારીને સુચના પછી હાથથી લખીને કેસ પેપેર કાઢવામાં આવ્યા હતા. જેના લીધે દર્દી સહિતનાઓને તકલીફ પડી હતી. એટલુ જ નહી પણ કેસ કઢાવવા દર્દી સહિતનાઓ સાથે કર્મચારીઓની રકઝક પણ થઇ હતી.

નોધનીય છે કે નવી સિવિલમા ઓપરેટિંગ સિસ્ટમ જૂની છે. જોકે જૂનું સોફ્ટવેર સિસ્ટમ વારંવાર બંધ થઈ જાય છે. જોકે આ સિસ્ટમનું લાયસન્સ મળી શકે તેમ નથી અને નવી ઓપરેટિંગ સિસ્ટમ પર જી એચ એમ આઈ એસ પ્રોગ્રામ સપોર્ટ કરતું નથી. જેના લીધે ભારત સરકારની આઈ હોસ્પિટલ સાથે નવી સિવિલનું જોડાણ કરવામાં આવશે. આવા સંજોગોમાં નર્સિગ સ્ટાફ, ડોકટર સહિતના દાખલ દર્દી, રજા આપવી સહિતની માહિતી અંગે ઓપરેટીંગ કરવાની ફરજ પડી શકે ? આવી પરિસ્થિતિના લીધે ૩૦ ઓપરેટરની માંગણી કરવા આવી છે. જોકે દર્દીઓને તકલીફ નહી પડે તે માટે અને કામગીરી નહી ખોરવાઇ તે માટે હાલમાં ૧૦ ઓપરેટરોની ભરતી કરવામા આવશે. એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ હતું. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow