સુરતની શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને ધંધા રોજગારીના સાધનો અને તેના ઉપયોગ વિશે પ્રેક્ટીકલ જ્ઞાન અપાયુ

- પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓએ ડ્રીલ મશીન પણ ચલાવ્યા- વિવિધ ધંધા અને રોજગારી સાથે જોડાયેલા કારીગરોને બોલાવી વિદ્યાર્થીઓની સમક્ષ તેમની કામગીરીની માહિતી આપી, વિદ્યાર્થીઓએ આ સાધનોને હાથ લગાડી અનુભવ કર્યોસુરત,તા.7 ઓગષ્ટ 2023,સોમવારસુરત શહેરની ખાનગી શાળામાં પણ ભાગ્યે જ જોવા મળે છે તેવું પ્રેક્ટીકલ નોલેજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને જ્ઞાન વધારવા માટે અવનવા પ્રયોગ કરે છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. ધોરણ 3માં આપણા કારીગરોનો પાઠ આવે છે આ પાઠમાં ચિત્ર બતાવ્યા હતા તેની સાથે સાથે પાલિકાની એક શાળામાં કારીગરોને સ્કૂલમાં બોલાવીને પ્રત્યક્ષ દર્શાવીને બાળકોને સમજ આપવામાં આવી હતી.  સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સાથે પ્રેક્ટીકલ નોલેજ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં આવેલી પાલિકાની 318 નંબરને શાળામાં આજે વિદ્યાર્થીઓને વિવિધ ધંધા અને રોજગારીના સાધનો અને તેના ઉપયોગ અંગે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમક્ષ વિવિધ ધંધા સાથે સંકળાયેલા કારીગરો આવ્યા હતા અને તેમના સાધનોનો ઉપયોગ દર્શાવ્યો હતો. તેમના ધંધા રોજગાર અંગે માહિતી મેળવી અને વિદ્યાર્થીઓએ કેટલાક સાધનો પોતે પણ ચલાવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે આ અનુભવ તદ્દન નવો અને રોચક હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.આવો અનોખો પ્રયોગ કરનારા શાળાના આચાર્ય વિજય ઝાંઝરુકિયા કહે છે કે, આવા પ્રકારની પ્રેક્ટીકલ નોલેજ ખાનગી શાળામાં પણ ભાગ્યે જ આપવામાં આવે છે. શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને આ પ્રકારનું જ્ઞાન મળી રહે તે માટે અમે આજે વિવિધ ધંધા રોજગાર સાથે સંકળાયેલા કારીગરોને સ્કૂલમાં બોલાવ્યા હતા. આ કારીગરો પોતાની રોજબરોજ ઉપયોગમાં આવતા સાધનો લઈને આવ્યા હતા. તેમના આ સાધનો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે મૂક્યા હતા અને તેનો ઉપયોગ નહીં દેશી ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી. અત્યાર સુધી બાળકો ચોપડીમાં કે અન્ય રીતે આવા સાધનો જોતા હતા પરંતુ પહેલી વાર પ્રત્યક્ષ સાધન જોતા વિદ્યાર્થીઓને ભારે કુતૂહલ થયું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ તો આ સાધનોનો ઉપયોગ પોતે કરી શકે કે કેમ તે પૂછતા કેટલીક વિદ્યાર્થીનીઓએ ડ્રીલ મશીન સહિતના સાધનોનો ઉપયોગ કારીગર સાથે મળીને ગયો હતો.ધોરણ 3ના શિક્ષિકા અનસુયા પટેલ કહે છે, બાળકોને પુસ્તકમાં આમ તો કારીગરોના ચિત્ર દર્શાવવામાં આવ્યા છે પરંતુ તેઓ પ્રત્યક્ષ કારીગરો જોવા મળે તો વધુ નોલેજ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે તેમાં વિદ્યાર્થીઓ ગ્રહણ પણ ઝડપી કરી લે છે.

Aug 9, 2023 - 05:03
 0  2
સુરતની શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને ધંધા રોજગારીના સાધનો અને તેના ઉપયોગ વિશે પ્રેક્ટીકલ જ્ઞાન અપાયુ


- પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓએ ડ્રીલ મશીન પણ ચલાવ્યા

- વિવિધ ધંધા અને રોજગારી સાથે જોડાયેલા કારીગરોને બોલાવી વિદ્યાર્થીઓની સમક્ષ તેમની કામગીરીની માહિતી આપી, વિદ્યાર્થીઓએ આ સાધનોને હાથ લગાડી અનુભવ કર્યો

સુરત,તા.7 ઓગષ્ટ 2023,સોમવાર

સુરત શહેરની ખાનગી શાળામાં પણ ભાગ્યે જ જોવા મળે છે તેવું પ્રેક્ટીકલ નોલેજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને જ્ઞાન વધારવા માટે અવનવા પ્રયોગ કરે છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. ધોરણ 3માં આપણા કારીગરોનો પાઠ આવે છે આ પાઠમાં ચિત્ર બતાવ્યા હતા તેની સાથે સાથે પાલિકાની એક શાળામાં કારીગરોને સ્કૂલમાં બોલાવીને પ્રત્યક્ષ દર્શાવીને બાળકોને સમજ આપવામાં આવી હતી. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સાથે પ્રેક્ટીકલ નોલેજ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં આવેલી પાલિકાની 318 નંબરને શાળામાં આજે વિદ્યાર્થીઓને વિવિધ ધંધા અને રોજગારીના સાધનો અને તેના ઉપયોગ અંગે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમક્ષ વિવિધ ધંધા સાથે સંકળાયેલા કારીગરો આવ્યા હતા અને તેમના સાધનોનો ઉપયોગ દર્શાવ્યો હતો. તેમના ધંધા રોજગાર અંગે માહિતી મેળવી અને વિદ્યાર્થીઓએ કેટલાક સાધનો પોતે પણ ચલાવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે આ અનુભવ તદ્દન નવો અને રોચક હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.

આવો અનોખો પ્રયોગ કરનારા શાળાના આચાર્ય વિજય ઝાંઝરુકિયા કહે છે કે, આવા પ્રકારની પ્રેક્ટીકલ નોલેજ ખાનગી શાળામાં પણ ભાગ્યે જ આપવામાં આવે છે. શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને આ પ્રકારનું જ્ઞાન મળી રહે તે માટે અમે આજે વિવિધ ધંધા રોજગાર સાથે સંકળાયેલા કારીગરોને સ્કૂલમાં બોલાવ્યા હતા. આ કારીગરો પોતાની રોજબરોજ ઉપયોગમાં આવતા સાધનો લઈને આવ્યા હતા. તેમના આ સાધનો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે મૂક્યા હતા અને તેનો ઉપયોગ નહીં દેશી ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી. અત્યાર સુધી બાળકો ચોપડીમાં કે અન્ય રીતે આવા સાધનો જોતા હતા પરંતુ પહેલી વાર પ્રત્યક્ષ સાધન જોતા વિદ્યાર્થીઓને ભારે કુતૂહલ થયું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ તો આ સાધનોનો ઉપયોગ પોતે કરી શકે કે કેમ તે પૂછતા કેટલીક વિદ્યાર્થીનીઓએ ડ્રીલ મશીન સહિતના સાધનોનો ઉપયોગ કારીગર સાથે મળીને ગયો હતો.

ધોરણ 3ના શિક્ષિકા અનસુયા પટેલ કહે છે, બાળકોને પુસ્તકમાં આમ તો કારીગરોના ચિત્ર દર્શાવવામાં આવ્યા છે પરંતુ તેઓ પ્રત્યક્ષ કારીગરો જોવા મળે તો વધુ નોલેજ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે તેમાં વિદ્યાર્થીઓ ગ્રહણ પણ ઝડપી કરી લે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow