સુરતમાં સ્ટંટબાજો બેફામ, પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ જીપના બોનેટ પર ઊભા રહી વીડિયો બનાવ્યો

સુરતઃ અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ સફાળી જાગી અને હાઈવે પર સ્ટંટ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ આ સ્ટંટબાજ નબીરાઓમાં જાણે કાયદો અને પોલીસનો ડર હોય જ નહીં તેમ સોશિયલ મીડિયામાં રિલ્સ બની રહ્યાં છે. સુરત શહેરમાં વાહનો પર સ્ટંટની હોડ લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના સરથાણા વિસ્તારનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. આ વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક જીપના બોનેટ પર ઉભો રહીને સિગારેટ ફૂંકી રહ્યો છે જ્યારે બીજો જીપ હંકારી રહ્યો છે. આ મામલે પોલીસે જીપના માલિક અને બોનેટ પર ઊભેલા યુવકની અટકાયત કરી છે અને જીપચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સ્ટંટ કરનાર અને જીપના માલિકની ધરપકડ કરીપ્રાપ્ત વિગતો પ્રમાણે સરથાણા વિસ્તારમાં ‘બાજની ઉડાન ઓલી ચકલીઓ શું ભરે, માર્કેટમાં આવી તો કેટલી નોટો ફરે" આ ગીત પર યુવકનો જીપ સાથેનો સ્ટંટ સામે આવ્યો છે. જીપના બોનેટ ઉપર ઊભા રહી યુવાન જોખમી રીતે સ્ટંટનો વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો ત્રણ માસ જૂનો હોવાનું કહેવામાં આવે છે, જે હાલમાં વાઇરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જીપ નંબરના આધારે જીપના માલિક જૈમીન સવાણી અને બોનેટ ઉપર ઊભેલો તેનો મિત્ર ધવલ ડાભીની અટકાયત કરી છે. પરંતુ જીપ ચલાવનાર યુવક હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી જેની તપાસ પોલીસ કરી રહી છે. વધુ એક ઘટના અઠવા લાઈન્સ પર બની હતીસુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમનો 7984530537 whatsapp નંબર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસના આ હેલ્પલાઇન વોટ્સએપ નંબર પર શહેરના નાગરિક દ્વારા એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેમાં એક મોપેડ ઉપર ચાર યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવતા હતા અને ટ્રાફિકથી ભરચક રસ્તા પર સ્ટંટ કરતા હતા.ટ્રાફિક પોલીસ પાસે યુવકોની સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યા બાદ તેને લઇ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વીડિયો અઠવા લાઇન્સ પોલીસ મથકની હદ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસ પાસે તમામ વિગત આવી જતા મોપેડના ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ટૂંક સમયમાં સ્ટંટ કરનાર મોપેડચાલક યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Aug 9, 2023 - 05:03
 0  2
સુરતમાં સ્ટંટબાજો બેફામ, પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ જીપના બોનેટ પર ઊભા રહી વીડિયો બનાવ્યોસુરતઃ અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ સફાળી જાગી અને હાઈવે પર સ્ટંટ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ આ સ્ટંટબાજ નબીરાઓમાં જાણે કાયદો અને પોલીસનો ડર હોય જ નહીં તેમ સોશિયલ મીડિયામાં રિલ્સ બની રહ્યાં છે. સુરત શહેરમાં વાહનો પર સ્ટંટની હોડ લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના સરથાણા વિસ્તારનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. આ વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક જીપના બોનેટ પર ઉભો રહીને સિગારેટ ફૂંકી રહ્યો છે જ્યારે બીજો જીપ હંકારી રહ્યો છે. આ મામલે પોલીસે જીપના માલિક અને બોનેટ પર ઊભેલા યુવકની અટકાયત કરી છે અને જીપચાલકની શોધખોળ હાથ ધરી છે. 

પોલીસે સ્ટંટ કરનાર અને જીપના માલિકની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સરથાણા વિસ્તારમાં ‘બાજની ઉડાન ઓલી ચકલીઓ શું ભરે, માર્કેટમાં આવી તો કેટલી નોટો ફરે" આ ગીત પર યુવકનો જીપ સાથેનો સ્ટંટ સામે આવ્યો છે. જીપના બોનેટ ઉપર ઊભા રહી યુવાન જોખમી રીતે સ્ટંટનો વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો ત્રણ માસ જૂનો હોવાનું કહેવામાં આવે છે, જે હાલમાં વાઇરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જીપ નંબરના આધારે જીપના માલિક જૈમીન સવાણી અને બોનેટ ઉપર ઊભેલો તેનો મિત્ર ધવલ ડાભીની અટકાયત કરી છે. પરંતુ જીપ ચલાવનાર યુવક હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી જેની તપાસ પોલીસ કરી રહી છે. 

વધુ એક ઘટના અઠવા લાઈન્સ પર બની હતી

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમનો 7984530537 whatsapp નંબર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસના આ હેલ્પલાઇન વોટ્સએપ નંબર પર શહેરના નાગરિક દ્વારા એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેમાં એક મોપેડ ઉપર ચાર યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવતા હતા અને ટ્રાફિકથી ભરચક રસ્તા પર સ્ટંટ કરતા હતા.ટ્રાફિક પોલીસ પાસે યુવકોની સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યા બાદ તેને લઇ તપાસ શરૂ કરી હતી. ત્યારે આ વીડિયો અઠવા લાઇન્સ પોલીસ મથકની હદ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસ પાસે તમામ વિગત આવી જતા મોપેડના ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ટૂંક સમયમાં સ્ટંટ કરનાર મોપેડચાલક યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow