180 દસ્તાવેજમાં સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવા નોટિસ

- 10 ટકા વ્યાજ સાથે એક સપ્તાહમાં ચૂકવણી નહી થયા તો નિયમોનુસાર કાર્યવાહી કરાશે                સુરત૧૧ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિનખેતી અને કલમ-૬૩ હેઠળ નોંધાયેલા ૧૮૦ દસ્તાવેજોમાં બિનખેતીના બદલે ખેતીની જંત્રીનો દસ્તાવેજ નોંધાવીને ૧૨.૦૮ કરોડની સ્ટેમ્પ ડયુટીનો ચૂનો ચોપડવાના કેસમાં જિલ્લા કલેકટરના આદેશ બાદ સ્ટેમ્પ ડયુટી અધિકારીઓએ આ રકમ વસુલવા માટે ૧૦ ટકા વ્યાજ સાથે ખુંટતી સ્ટેમ્પ ડયુટી અઠવાડિયામાં ભરપાઇ કરવા માટે નોટીસ ઇસ્યુ કરાઇ છે.સુરત જિલ્લા કલેકટરમાંથી કલમ-૬૩ હેઠળ મંજુરી લઇને બિનખેતીના બદલે ખેતીની જંત્રીનો દસ્તાવેજ નોંધાવીને સરકારને કરોડો રૃપિયાની સ્ટેમ્પ ડયુટીના ઝડપાયેલા કેસ બાદ ગાંધીનગરથી તપાસનો ધમધમાટ થયો હતો. આ તપાસ બાદ નોંધણી સર નીરીક્ષક દ્વારા કલમ-૬૩ ના ૯૮ અને બિનખેતીના ૮૨ મળીને કુલ ૧૮૦ દસ્તાવેજોમાં રૃા.૧૨.૦૮ કરોડની સ્ટેમ્પ ડયુટી વસુલવાની થતી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટના આધારે સુરત જિલ્લા કલેકટરે તમામ ૧૮૦ કેસોમાં સ્ટેમ્પ ડયુટી વસુલવા માટે આદેશ કરતા જ સુરત સ્ટેમ્પ ડયુટી-૧ અને ૨ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૃ કરાઇ છે. તમામ ૧૮૦ દસ્તાવેજના પક્ષકારોને દસ ટકા વ્યાજ સાથે ખુંટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવા માટે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છેે. ત્યારબાદ રકમ ભરપાઇ નહીં થશે તો નિયમાનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

Aug 9, 2023 - 05:03
 0  2
180 દસ્તાવેજમાં સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવા નોટિસ- 10 ટકા વ્યાજ સાથે એક સપ્તાહમાં ચૂકવણી નહી થયા તો નિયમોનુસાર કાર્યવાહી કરાશે

                સુરત

૧૧ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિનખેતી અને કલમ-૬૩ હેઠળ નોંધાયેલા ૧૮૦ દસ્તાવેજોમાં બિનખેતીના બદલે ખેતીની જંત્રીનો દસ્તાવેજ નોંધાવીને ૧૨.૦૮ કરોડની સ્ટેમ્પ ડયુટીનો ચૂનો ચોપડવાના કેસમાં જિલ્લા કલેકટરના આદેશ બાદ સ્ટેમ્પ ડયુટી અધિકારીઓએ આ રકમ વસુલવા માટે ૧૦ ટકા વ્યાજ સાથે ખુંટતી સ્ટેમ્પ ડયુટી અઠવાડિયામાં ભરપાઇ કરવા માટે નોટીસ ઇસ્યુ કરાઇ છે.

સુરત જિલ્લા કલેકટરમાંથી કલમ-૬૩ હેઠળ મંજુરી લઇને બિનખેતીના બદલે ખેતીની જંત્રીનો દસ્તાવેજ નોંધાવીને સરકારને કરોડો રૃપિયાની સ્ટેમ્પ ડયુટીના ઝડપાયેલા કેસ બાદ ગાંધીનગરથી તપાસનો ધમધમાટ થયો હતો. આ તપાસ બાદ નોંધણી સર નીરીક્ષક દ્વારા કલમ-૬૩ ના ૯૮ અને બિનખેતીના ૮૨ મળીને કુલ ૧૮૦ દસ્તાવેજોમાં રૃા.૧૨.૦૮ કરોડની સ્ટેમ્પ ડયુટી વસુલવાની થતી હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

આ રિપોર્ટના આધારે સુરત જિલ્લા કલેકટરે તમામ ૧૮૦ કેસોમાં સ્ટેમ્પ ડયુટી વસુલવા માટે આદેશ કરતા જ સુરત સ્ટેમ્પ ડયુટી-૧ અને ૨ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૃ કરાઇ છે. તમામ ૧૮૦ દસ્તાવેજના પક્ષકારોને દસ ટકા વ્યાજ સાથે ખુંટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવા માટે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છેે. ત્યારબાદ રકમ ભરપાઇ નહીં થશે તો નિયમાનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow