27 લાખમાં બીટેક અને 18 લાખમાં બીકોમની નકલી ડિગ્રી

આણંદનો એજન્ટ રોનક જોષી માસ્ટર માઇન્ડ મહિલા આટ્સં સ્નાતક અને યુવક આઇટીઆઇ પાસઃ યુકે પહોંચ્યા પછી પૈસા આપવાના હતામુંબઇ :  મુંબઈ એરપોર્ટ પર પકડાયેલાં નકલી ડિગ્રીના આધારે વિઝાના કૌભાંડમાં આણંદનો રોનક જોષી નામનો એજન્ટ માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે. રોનક જોષીએ મહિલાને ૨૭ લાખમાં બી.ટેકની નકલી ડિગ્રી અને યુવકને ૧૮ લાખમાં બીકોમની નકલી ડિગ્રી મેળવી આપી તેના આધારે વિઝા મેળવી આપવાનો સોદો કર્યો હતો. યુકે પહોંચી ગયા પછી  સંપૂર્ણ પેમેન્ટ ચૂકવવાનું નક્કી થયું હતું. એજન્ટે  આર્ટસ ગ્રેજ્યુએટ મહિલાને બી.ટેક ડિગ્રીનું પ્રમાણપત્ર અપાવ્યું હતું. જેના આધારે યુકેના માઇગ્રન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.  તેમજ એજન્ટ રોજાકે તેના પતિ અને પુત્રીને પણ ડિપેડન્ટ વિઝા મેળવી આપ્યા હોવાનું માલૂમ પડયું છે.આ સિવાય આઇ.ટી.આઇ ડિપ્લોમાં ધારક કૃષ્ણકુમાર પટેલ યુકે સ્થળાંતર કરવું હતું. તેણે એજન્ટ રોનકને રૃા. ૧૮ લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. એજન્ટે તેને બીકોમ ગેર્જ્યુએટ હોવાનું દર્શાવીને યુકેના માઇગ્રન્ટ વિઝા મેળવીને આપ્યા હતા.આમ બંનેએ યુકે એમ્બેસી, નવી દિલ્હીમાં બનાવટી શૈક્ષણિક પ્રમાણપત્રો સબમિટ કરીને ગેરકાયદેસર રીતે યુકેના માઇગ્રન્ટ વિઝા  મેળવ્યા હતા.

Aug 9, 2023 - 05:04
 0  2
27 લાખમાં બીટેક અને 18 લાખમાં બીકોમની નકલી ડિગ્રી


આણંદનો એજન્ટ રોનક જોષી માસ્ટર માઇન્ડ 

મહિલા આટ્સં સ્નાતક અને યુવક આઇટીઆઇ પાસઃ યુકે પહોંચ્યા પછી પૈસા આપવાના હતા

મુંબઇ :  મુંબઈ એરપોર્ટ પર પકડાયેલાં નકલી ડિગ્રીના આધારે વિઝાના કૌભાંડમાં આણંદનો રોનક જોષી નામનો એજન્ટ માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે. રોનક જોષીએ મહિલાને ૨૭ લાખમાં બી.ટેકની નકલી ડિગ્રી અને યુવકને ૧૮ લાખમાં બીકોમની નકલી ડિગ્રી મેળવી આપી તેના આધારે વિઝા મેળવી આપવાનો સોદો કર્યો હતો. યુકે પહોંચી ગયા પછી  સંપૂર્ણ પેમેન્ટ ચૂકવવાનું નક્કી થયું હતું. 

એજન્ટે  આર્ટસ ગ્રેજ્યુએટ મહિલાને બી.ટેક ડિગ્રીનું પ્રમાણપત્ર અપાવ્યું હતું. જેના આધારે યુકેના માઇગ્રન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.  તેમજ એજન્ટ રોજાકે તેના પતિ અને પુત્રીને પણ ડિપેડન્ટ વિઝા મેળવી આપ્યા હોવાનું માલૂમ પડયું છે.

આ સિવાય આઇ.ટી.આઇ ડિપ્લોમાં ધારક કૃષ્ણકુમાર પટેલ યુકે સ્થળાંતર કરવું હતું. તેણે એજન્ટ રોનકને રૃા. ૧૮ લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. એજન્ટે તેને બીકોમ ગેર્જ્યુએટ હોવાનું દર્શાવીને યુકેના માઇગ્રન્ટ વિઝા મેળવીને આપ્યા હતા.

આમ બંનેએ યુકે એમ્બેસી, નવી દિલ્હીમાં બનાવટી શૈક્ષણિક પ્રમાણપત્રો સબમિટ કરીને ગેરકાયદેસર રીતે યુકેના માઇગ્રન્ટ વિઝા  મેળવ્યા હતા.


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow