GMERS મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને રાહત, સરકારે જંગી ફી વધારો પરત ખેંચ્યો

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો હતો. જેને હવે સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે.આ મામલે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે.  ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે.વિરોધ થતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચાયોશૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24  માં સરકારી ક્વોટાની ફી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.7 લાખ કરવામાં આવી છે.

Aug 9, 2023 - 05:00
 0  1
GMERS મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને રાહત, સરકારે જંગી ફી વધારો પરત ખેંચ્યો



અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા GMERS કોલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો હતો. જેને હવે સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે.આ મામલે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે.  ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે.

વિરોધ થતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચાયો

શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે હવે શૈક્ષણિક પ્રવેશ વર્ષ 2023-24  માં સરકારી ક્વોટાની ફી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.7 લાખ કરવામાં આવી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow