Vadodara: અસામાજિક તત્વોની દાદાગીરી, મોબાઇલમાં ગીતો ધીમા વગાડ કહીને બે યુવકોને લાકડીના ફટકા માર્યા, વીડિયો આવ્યો સામે

Crime: વડોદરામાં વધુ એકવાર અસામાજિક તત્વોની દાદાગીરીની ઘટના સામે આવી છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, કેટલાક યુવકો બે યુવકો પર દંડાવારી કરી રહ્યાં છે. આ વીડિયો શહેરના નિઝામપુરા વિસ્તારનો હોવાનું ખુલ્યુ છે.  ફરી એકવાર વડોદરામાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે, શહેરમાં નજીવી બાબતોમાં હુમલાનું પ્રમાણ વધી રહ્યો છે, ગઇકાલે નિઝામપુરામાં નાસ્તો કરવા બેઠેલા બે યુવકો પર હુમલો ચાર અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. અહીં બે યુવકો મોબાઇલમાં મોટેથી ગીતો વગાડતા હતો, આ લોકોને અસામજિક તત્વોએ અવાજ ઓછો કરવાનું કહેતુ બન્ને પક્ષો વચ્ચે બબાલ થઇ હતી, જીતેશ શિવનાણી નામનો વ્યક્તિ મોબાઈલમાં મોટા અવાજથી ગીતો વગાડતો હતો, આ પછી સ્પીકરનો અવાજ કેમ ધીમો નથી કરતાં કહીને અસામાજિક તત્વો બે યુવકો પર તુટી પડ્યા હતા, આ બન્ને પર લાકડાના ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો, જોકે, આ ઘટના વધુ ઉગ્ર બનતા રાહદારીઓએ બન્ને યુવકોને હુમલાખોરોથી બચાવ્યા હતા. હાલમાં આ ઘટના અંગે હસમુખ પઢીયારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.  અંગત અદાવતમાં વધુ એક બીજેપી નેતા પર જીવલેણ હુમલો શહેરમાં વધુ એક બીજેપી નેતા પર હુમલાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં શનિવારે રાતે વડોદરા શહેરના ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર માથાભારે તત્વો દ્વારા  બેઝબોલ સ્ટીકથી હુમલો કરી હાથ પગ તોડી નાખવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્યએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલાની ભીતિ વ્યક્ત કરી છે. વડોદરા શહેરના મકરપુરા નોવિનો રોડ ન્યુ વીરા હાઇસ્કુલ નજીકની સોસાયટીમાં રાકેશ પાટણવાડીયા રહે છે. જે વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે. જેઓ શનિવાર રાતે પોતાના ઘર નજીક  હતા ત્યારે જુના ઝઘડાની અદાલત રાખી મકરપુરા વિસ્તારમાં રહેતા માથાભારે બે યુવકો ભરત તામ્બે અને બંટી સરદાર દ્વારા બેઝબોલ સ્ટીકથી હુમલો કરાયો હતો. જેમાં રાકેશ પાટણવાડીયાના હાથ અને પગ ભાંગી ગયા હતા. એકાએક થયેલ હુમલાને લઈ બુમાબૂમ થતા હુમલાવર સ્થળ પરથી નાસી છૂટયા હતા.  ઇજાગ્રસ્ત ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યને સારવાર અર્થે માણેજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાકેશ પાટણવાડીયાએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલા થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરી છે. રાકેશ પાટણવાડિયા વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે જેને લઇ સમાજના લોકો એકત્રિત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે માંજલપુર પોલીસે રાકેશ પાટણવાડીયાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સચીન ઠક્કર નામના બીજેપી નેતાની કરવામાં આવી હતી હત્યા  વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડા બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિતેશ ઠક્કર હજુ પણ સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30, રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા)ની પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ ચકચારી ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.  

Aug 8, 2023 - 10:45
 0  1
Vadodara: અસામાજિક તત્વોની દાદાગીરી, મોબાઇલમાં ગીતો ધીમા વગાડ કહીને બે યુવકોને લાકડીના ફટકા માર્યા, વીડિયો આવ્યો સામે

Crime: વડોદરામાં વધુ એકવાર અસામાજિક તત્વોની દાદાગીરીની ઘટના સામે આવી છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, કેટલાક યુવકો બે યુવકો પર દંડાવારી કરી રહ્યાં છે. આ વીડિયો શહેરના નિઝામપુરા વિસ્તારનો હોવાનું ખુલ્યુ છે. 

ફરી એકવાર વડોદરામાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે, શહેરમાં નજીવી બાબતોમાં હુમલાનું પ્રમાણ વધી રહ્યો છે, ગઇકાલે નિઝામપુરામાં નાસ્તો કરવા બેઠેલા બે યુવકો પર હુમલો ચાર અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. અહીં બે યુવકો મોબાઇલમાં મોટેથી ગીતો વગાડતા હતો, આ લોકોને અસામજિક તત્વોએ અવાજ ઓછો કરવાનું કહેતુ બન્ને પક્ષો વચ્ચે બબાલ થઇ હતી, જીતેશ શિવનાણી નામનો વ્યક્તિ મોબાઈલમાં મોટા અવાજથી ગીતો વગાડતો હતો, આ પછી સ્પીકરનો અવાજ કેમ ધીમો નથી કરતાં કહીને અસામાજિક તત્વો બે યુવકો પર તુટી પડ્યા હતા, આ બન્ને પર લાકડાના ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો, જોકે, આ ઘટના વધુ ઉગ્ર બનતા રાહદારીઓએ બન્ને યુવકોને હુમલાખોરોથી બચાવ્યા હતા. હાલમાં આ ઘટના અંગે હસમુખ પઢીયારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે. 

અંગત અદાવતમાં વધુ એક બીજેપી નેતા પર જીવલેણ હુમલો

શહેરમાં વધુ એક બીજેપી નેતા પર હુમલાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં શનિવારે રાતે વડોદરા શહેરના ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર માથાભારે તત્વો દ્વારા  બેઝબોલ સ્ટીકથી હુમલો કરી હાથ પગ તોડી નાખવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્યએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલાની ભીતિ વ્યક્ત કરી છે. વડોદરા શહેરના મકરપુરા નોવિનો રોડ ન્યુ વીરા હાઇસ્કુલ નજીકની સોસાયટીમાં રાકેશ પાટણવાડીયા રહે છે. જે વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે. જેઓ શનિવાર રાતે પોતાના ઘર નજીક  હતા ત્યારે જુના ઝઘડાની અદાલત રાખી મકરપુરા વિસ્તારમાં રહેતા માથાભારે બે યુવકો ભરત તામ્બે અને બંટી સરદાર દ્વારા બેઝબોલ સ્ટીકથી હુમલો કરાયો હતો. જેમાં રાકેશ પાટણવાડીયાના હાથ અને પગ ભાંગી ગયા હતા. એકાએક થયેલ હુમલાને લઈ બુમાબૂમ થતા હુમલાવર સ્થળ પરથી નાસી છૂટયા હતા.  ઇજાગ્રસ્ત ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યને સારવાર અર્થે માણેજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાકેશ પાટણવાડીયાએ સચિન ઠક્કરની જેમ જીવલેણ હુમલા થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરી છે. રાકેશ પાટણવાડિયા વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય છે તેમજ વડોદરા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ છે જેને લઇ સમાજના લોકો એકત્રિત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે માંજલપુર પોલીસે રાકેશ પાટણવાડીયાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સચીન ઠક્કર નામના બીજેપી નેતાની કરવામાં આવી હતી હત્યા 

વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડા બાદ ત્રણ ઇસમો દ્વારા સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટૂંકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનુ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિતેશ ઠક્કર હજુ પણ સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનામાં આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30, રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા)ની પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ ચકચારી ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow